પોરબંદર :આદ્યશક્તિ માં અંબાના પાવન પર્વ નવરાત્રીના ઉપ લક્ષ્ય માં મલ્હાર ગ્રુપ (અમિ ડાભી ) તથા ન્યૂ ઘેડિયા કોળી જ્ઞાતિવંડી ના સંયુક્ત ઉપક્રમે સમાજ શ્રેષ્ટિ શ્રી અરજનભાઈ આંત્રોલિયા તથા વિક્રમભાઈ ડોડીયા ના માર્ગદર્શન હેઠળ પોરબંદર છાયા ની સ્વામી મિનારાયણ ગુરૂકુળ સામે આવેલી નવી ઘેડિયા કોળી સમાજની વંડી ખાતે તારીખ 11/ 9 /23 થી તારીખ 8/10/ 23 સુધી કોળી સમાજની દીકરીઓને વિનામૂલ્ય ગરબા ક્લાસીસ ની તાલીમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
ત્યારબાદ તારીખ 8 /10 /23 ના રોજ ગરબા સ્પર્ધા યોજવામાં આવશે છે આ સ્પર્ધામાં વિજેતા બનનાર દિકરીઓ ને ઇનામો આપવામાં આપવામાં આવશે. આ ગરબા ક્લાસીસમાં દીકરીઓને મલ્હાર ગ્રુપના જાણીતા ગરબા આર્ટિસ્ટ ભારતીબેન ડાભી તથા રાજુભાઈ પરમાર દ્વારા પરંપરાગત તેમ જ આધુનિક શૈલીના રાસ ગરબા શીખવાડવામાં આવશે તેથી પોરબંદર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારની કોળી સમાજની દીકરીઓએ લાભ લેવા અનુ રોધ કરાયો છે.
સમાજ શ્રેષ્ટી ઉષાબેન વાઢીયા તથા કમલેશભાઈ પરમાર સહિતના શ્રેષ્ઠિઓ નો સહયોગ મળ્યો છે. ગરબા ક્લાસિક માં ભાગ લેનાર દરેક દીકરીએ પોતાનાં માતા-પિતાની સંમતિ થી સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, શ્રી ભારતીબેન ડાભી મો. 90549 58 195 શ્રી રાજુભાઈ પરમાર મો નંબર 70 488988 પર સંપર્ક સાધવા એક અખબારી યાદીમાં જણાવાયુ છે
પોરબંદર ટાઈમ્સ ના સમાચારો વોટ્સેપ પર મેળવવા માટે ૯૯૨૪૧ ૮૭૩૮૩ પર PT લખી વોટ્સેપ કરો