પોરબંદરમાં શ્રી સુદામાના પ્રસાદ રૂપે નિશુલ્ક ભોજન અનદાન મહાદાનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી પ્રભુ સત્સંગ મંડળ દ્વારા આ સેવા પ્રવૃત્તિનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના બાળ સખા સુદામાજીની ભૂમિ પોરબંદરમાં આ સેવા યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે.
પોરબંદર ખાતે વિવિધ રાજ્યો માંથી મોટી સંખ્યા માં યાત્રાળુઓ આવે છે પરંતુ અહી આવતા યાત્રાળુઓ રાત્રી રોકાણ કરી સકે તે માટેની ધર્મશાળાની વ્યવસ્થાનો અભાવ છે. પરંતુ શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ ના સેવાભાવી પ્રકાશભાઈ રૂપારેલ અને અન્ય અગ્રણીઓ દ્વારા અહીં આવતા યાત્રાળુ ભૂખ્યા ન રહે તે માટે ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરવાનું આયોજન કરાયું છે. ભગવાન શ્રીકૃષ્ણના પરમ સખા સુદામાજીની નગરી પોરબંદરમાં આમ તો આખા વર્ષ દરમિયાન બહારથી પર્યટકો અને યાત્રાળુ આવે છે. જેમાં બહારથી પોરબંદરની યાત્રા કરવા માટે આવતા યાત્રાળુઓ ભાવિકો માટે વિનામૂલ્ય સુદામાજીની પ્રસાદી રૂપે ભોજન પ્રાપ્ત થાય તેવી કાયમી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદરની મધ્યમાં આ સેવા પ્રવૃત્તિનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા બપોરના મહાપ્રસાદની નિશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં દાતાઓને પણ સહયોગ આપવા પ્રકાશભાઈ રૂપારેલની ટીમ દ્વારા અપીલ કરવામાં આવી છે. પોરબંદરમાં આવતા યાત્રાળુઓને વિનામૂલ્ય ભોજન પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ વ્યવસ્થા વિના મૂલ્યે કરવામાં આવી હોવાથી યાત્રાળુઓને પણ સરળતાથી લાભ મળી રહેશે.