Monday, July 8, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પાકના અવશેષોને આચ્છાદનના રૂપમાં જમીનને ઢાંકીને મેળવી રહ્યા છે અનેક ફાયદાઓ:વાંચો ખાસ અહેવાલ

પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પાકના અવશેષોને આચ્છાદનના રૂપમાં જમીનને ઢાંકીને મેળવી રહ્યા છે અનેક ફાયદાઓ મેળવી રહ્યા છે.

પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પાકના અવશેષોને આચ્છાદનના રૂપમાં જમીનને ઢાંકીને અનેક ફાયદાઓ મેળવી રહ્યા છે. ખેતરમાં નિંદામણ માંથી છુટકારો મળતા ખર્ચની બચત અને જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધતા ઓછા પાણીએ આચ્છાદનથી વધુ સારું પાક ઉત્પાદન થતું હોવાનું આત્મા પ્રોજેક્ટના આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર અશ્વિનભાઈ મોરીએ જણાવ્યું હતું વધુ માં તેઓએ જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી ધરતી માતા અનેક સમસ્યાઓથી ગ્રસ્ત થઈ ગઈ છે. ધરતીની ઉત્પાદન ક્ષમતા નિમ્ન સ્તર સુધી પહોંચી ગઈ છે. જેને પગલે પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની આવશ્યકતા છે. જો સ્વાસ્થ્યને સારું રાખવું હશે તો પ્રાકૃતિક કૃષિના માર્ગ પર ચાલવું જ પડશે.

પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્તંભોમાં જીવામૃત અને બીજામૃતની સાથે પ્રાકૃતિક કૃષિના તૃતીય આધાર સ્તંભ આચ્છાદનના અનેક લાભો છે. જેની વાત કરવામાં આવે તો પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જીવામૃત અને ઘન જીવામૃત ઉપરાંત ખેતરમાં આચ્છાદન કરવામાં આવે છે. જેનું અદભુત પરિણામ પ્રાપ્ત થાય છે. જેટલી જમીનને ઢાંકી રાખશો, તેટલો જ તેનો સેન્દ્રિય કાર્બન વધશે.
પાકના અવશેષોને ખેતરમાં સળગાવવાના નથી. તેનાથી પ્રદૂષણ વધે છે અને ખેડૂતો માટે ઉપયોગી એવા કીટકો નાશ પામે છે. તેથી પાકના અવશેષોને આચ્છાદનના રૂપમાં જમીનને ઢાંકવામાં ઉપયોગ કરવા જોઈએ. પાકમાંથી ઉત્પાદિત થતી અનેક બિનજરૂરી વસ્તુને આચ્છાદનમાં ઉપયોગમાં લેવામાં આવે તો અનેક પ્રકારના લાભો થાય છે. અને જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા અનેક ખેડૂતો આચ્છાદન થી અનેરો લાભ મેળવી રહ્યા છે.

જ્યારે ધરતીનું તાપમાન ૩૫ ડિગ્રી કે તેનાથી વધી જાય છે, ત્યારે જમીનનો સેન્દ્રિય કાર્બન હવામાં ઉડવાનો શરૂ થઈ જાય છે, જે વાતાવરણમાં જઈને વાયુ પ્રદૂષણ કરે તેનાથી ગ્લોબલ વોર્મિંગ વધે છે. જો આપણે જમીનને ઢાંકીને રાખીશું તો તેનો સેન્દ્રિય કાર્બન ઉડશે નહિ અને જમીનની ફળદ્રુપતા વધારશે. તથા માટીના બે કણો વચ્ચે ૫૦ ટકા ભેજ અને ૫૦ ટકા વાયુ હોય છે. આ આચ્છાદન વાપ્સાનું નિર્માણ કરે છે. તેમજ પાણી જમીનમાં હ્યુમસ નિર્માણ કરે છે. એક કિલો હ્યુમાસ વાતાવરણમાંથી ૫ થી ૬ લીટર પાણીને ખેંચીને છોડને ભેજના રૂપમાં આપે છે. છોડને પાણી નહીં ભેજ જોઈએ. આચ્છાદનથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે જેનાથી ૫૦ ટકા પાણીની બચત થાય છે. તેમજ જે જીવાણુઓ જીવામૃતના રૂપમાં આપણે ખેતરમાં આપ્યા હતા, તે ખેતરમાં પોતાનું ભોજન આચ્છાદનથી બનાવે છે અને તેને ખાઈને હ્યુમસનું નિર્માણ કરે છે. અને ખેડૂતો માટે ખેતરમાં નિંદામણ બહુ મોટી સમસ્યા છે.

જો ખેતરને આચ્છાદનથી ઢાંકી દેવામાં આવે તો પાકમાં નિંદામણનું નિયંત્રણ થશે. ઉપરાંત છેવટનો લાભ, અળસિયાઓ ખેડૂત ખેતરમાં આચ્છાદન કરે તો આ અળસિયા આચ્છાદનથી થતા અંધારામાં દિવસ રાત કામ કરે છે. તે ખેડૂતની જમીનમાં ઓકસીજનનું સંચરણ પણ કરે છે, ખાતર પણ તૈયાર કરે છે. અળસિયા દ્વારા બનાવવામાં આવેલા અનેક છિદ્રો દ્વારા વરસાદનું પાણી જમીનમાં નીચે ઉતરી જાય છે, જેનાથી જમીનનું ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે છે. જેથી જમીનમાં ભેજ બની રહે છે અને સખત ગરમીમાં પણ છોડ સુકાતા નથી. આમ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડી.ડી. ત્રાડાની ટીમ દ્વારા ખેડૂતોને તાલીમ યોજી પ્રાકૃતિક ખેતીમાં આચ્છાદનથી થતા લાભો વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેનો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો મોટી માત્રામાં પાક ઉત્પાદન ક્ષેત્રે લાભ મેળવી રહ્યા છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે