પોરબંદર ના કાટવાણા ગામ પાસેથી પોલીસે કાર માં ૬૪ બોટલ દારૂ સાથે એક શખ્શ ને ઝડપી લીધો છે.
બગવદરના પી એસ આઈ એ.બી.દેસાઇ તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી મળી હતી કે કાટવાણા ગામ મેઈન રોડ પર બસ સ્ટેન્ડથી બખરલા ગામ તરફ ના રસ્તે કાર માં વિદેશી દારૂ ની હેરાફેરી થઇ રહી છે. આથી પોલીસે ત્યાં વોચ ગોઠવતા એક કાર શંકાસ્પદ હાલત માં પસાર થતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા કાર માંથી રૂ ૨૮૯૬૦ ની કીમત નો અલગ અલગ બ્રાંડ નો ૬૪ બોટલ દારૂ મળી આવ્યો હતો. આથી કાર ચાલક મુરૂ કીશાભાઈ કટારા (ઉ.વ.૩૪ રહે.કાટવાણા ગામ રબારી કેડા)ની ધરપકડ કરી કાર અને દારૂ મળી રૂ.૧,૨૮,૯૬૦/-નો મુદ્દામાલ કબ્જે કરી મુરુ ની વધુ પૂછપરછ હાથ ધરી છે.