સરકારી ક્ષય નિવારણ કેન્દ્ર પોરબંદરના ક્ષય નિવારણના પ્રયત્નોને બળ મળતું રહે તે માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડીસ્ટ્રીક્ટ બ્રાંચ પોરબંદર વખતો વખત ગરીબ દર્દીઓ માટે પોષણક્ષમ પદાર્થોની કીટનું વિતરણ કરતી હોય છે.
આ કાર્યમાં લેસ્ટર(યુ.કે.) નિવાસી દાતા ભરતભાઈ જે. મોઢા અને તેમનાં ધર્મપત્ની પ્રવિણાબેનનો સાથ મળતો રહે છે. તા. ૨૭ના રોજ આવો એક કાર્યક્રમ ક્ષયનિવારણ કેન્દ્રના કંપાઉંડમાં યોજવામાં આવ્યો, મેડીકલ ઓફિસર ડૉ, સીમા પોપટિયાના માર્ગદર્શન મુજબ વિમલભાઈ હિંડોચા દ્વારા પોષણક્ષમ પદાર્થો નક્કી કરી કીટ બનાવવાનું કાર્ય થયું.
વિતરણ કાર્યમાં યુ. કે. સ્થિત ભરતભાઈના સંબંધીઓ ડૉ. કીશોરભાઈ થાનકી, હંસાબેન થાનકી અને પ્રફુલાબેન થાનકીએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, આ શુભ કાર્યમાં યુ. કે. સ્થિત અન્ય દાતાઓ-ઉષાબેન વ્યાસ, હંસાબેન જોષી, મંજુબેન ચૌહાણ, પુષ્પાબેન ઠકરાર અને પ્રવિણાબેન પટેલ દરેકે છ માસ સુધી એક એક દર્દીઓને માટે આર્થિક સહયોગ આપ્યો, રેડક્રોસ સોસાયટીના બિન્દુબેન થાનકી દ્વારા પ્રત્યેક માસે ચાર દર્દોની આર્થિક જવાબદારી સ્વીકારવામાં આવેલી છે જ. ભરતભાઈ અને પ્રવિણાબેન તરફથી પચીસ એમ કુલ ઓગણત્રીસ કીટનું વિતરણ થયું જે છ માસ માટે દર્દીઓ સાજા થઈ જાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે.
આ કાર્યક્રમમાં ડૉ. સીમાબેન પીપટિયાએ મહેમાનોને આવકારી ટી. બી. ના દર્દીઓમાટે પૌષ્ટિક પદાર્થોના સેવનનું મહત્વ સમજાવ્યું, શાંતીબેન ઓડેદરાએ વ્યસનથી દૂર રહેવા અનુરોધ કર્યો. રેડક્રોસ ચેરમેન ડૉ. સી. જી. જોષીએ દાતાશ્રીઓની દર્દીઓ પ્રત્યે સંવેદનાને બિરદાવી. સેક્રેટરી અકબર સોરઠિયા, ટ્રેજરર દીપકભાઈ વાઢિયા, રામભાઈ ઓડેદરા,હંસા જોષી, શ્રી જયેશ લોઢીયા અને શ્રી ધનંજય ઓઝા વગેરેએ ક્ષય રોગના ઉન્મૂલન અંગે પોરબંદર રેડક્રોસના સંપૂર્ણ સહકારની ખાતરી ઉચ્ચારી તથા આ કાર્યક્રમ દ્વારા અન્ય દાતાઓ આવા કાર્યક્રમો યોજવા પ્રેરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.


