Wednesday, June 18, 2025

|| तुम रक्षक काहू को डरना ||

વિસાવાડા ગામે ૫૪૬ પેટી દારૂ ભરેલ ટેન્કર મંગાવનાર કુખ્યાત બુટલેગર ૨ વર્ષે ઝડપાયો:ધ્રામણી નેસના શખ્સ ની પણ ધરપકડ

પોરબંદર ના વિસાવાડા ગામે બે વર્ષ પહેલા ૫૪૬ પેટી દારૂ ભરેલ ટેન્કર મંગાવનાર શખ્સ ને એલસીબી એ બોખીરા વિસ્તાર માથી ઝડપી લીધો છે જયારે દારૂ ના ગુન્હા માં ૭ વર્ષ થી નાસતા ફરતા ધ્રામણી નેસ ના શખ્સ ને પણ ઝડપી લીધો છે.

પોરબંદરમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન મોટી માત્રામાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હોવાની બાતમી મળતા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગત ૯-૯-૨૩ ના રોજ વોચ ગોઠવી હતી. અને ગુજરાત ની બોર્ડર માં દૂધ ની આડ માં દારૂ ભરેલ ટેન્કર પ્રવેશતા એસ એમ સી ની ટીમે તેનો પીછો કર્યો હતો અને ટેન્કર પોરબંદર ના વિસાવાડા ગામે આવેલ બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યું ત્યારે ચાલક ને જાણ થઇ જતા ચાલક ટેન્કર મૂકી નાસી ગયો હતો આથી એસ એમ સી એ ટેન્કર ની તલાશી લેતા તેમાં દારૂ રાખવા માટે અલગ ખાનું બનાવવામાં આવ્યું હતું.

જેમાં અલગ અલગ બ્રાંડ નો ૬૫૫૨ બોટલ એટલે કે ૫૪૬ પેટી દારૂ મળી આવ્યો હતો આથી પોલીસે ૨૮ લાખ ની કિંમત નો દારૂ અને ૧૫ લાખના ટ્રક મળી ૪૩ લાખ નો મુદામાલ કબ્જે કર્યો હતો જે મામલે દારૂ નો આ જથ્થો રાણપર ના હોળી ચકલા વિસ્તાર માં રહેતા કુખ્યાત બુટલેગર બધા ભોરાભાઈ શામળા (ઉ.વ.૩૨) એ મંગાવ્યો હોવાનું પોલીસ ની તપાસ માં ખુલ્યું હતું આથી બે વર્ષ થી બધા નાસતો ફરતો હતો બધા ભોરાભાઇ શામળા બોખીરા ત્રણમાઇલ થી નિકળવાનો હોવાની બાતમી મળતા એલ.સી.બી. સ્ટાફે વોચ ગોઠવી બધાને બોખીરા ત્રણ માઇલ ખાતે થી પકડી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

બધા ભોરા શામળા એ કુખ્યાત બુટલેગર છે જેના પર પોરબંદર,રાણાવાવ,ભાણવડ,મિયાણી મરીન,હાર્બર મરીન,કમલાબાગ પોલીસ મથક,ઉદ્યોગનગર પોલીસ મથક,બગવદર પોલીસ મથક,કુતિયાણા પોલીસ મથક વગેરે માં દારૂ , ઉપરાંત હત્યાની ધમકી, હત્યાની કોશિશ, ફરજમાં રૂકાવટ, મારામારી સહિતની કલમો હેઠળ ફરિયાદો દાખલ થઇ ચૂકી છે. અને કુલ ૩૮ ગુન્હા નોંધાયેલા છે.

એ સિવાય મિયાણી મરીન પો.સ્ટે. ના ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા ૭ વર્ષ થી લાલશાહી થી નાસતા ફરતા આરોપીને પણ એલ.સી.બી.ટીમે ઝડપી લીધો છે એલસીબી ટીમ બાતમી ના આધારે કોલીખડા ટી-પોઈન્ટ પાસે થી મિયાણી મરીન પો.સ્ટે. ના વિદેશી દારૂ ના ગુનામાં છેલ્લા ૭ વર્ષ થી લાલશાહી થી નાસતા ફરતા આરોપી ભુરા અરજનભાઇ મોરી (ઉ.વ.૪૫ રહે. રાણપર ગામ બરડા ડુંગર ધ્રામણીનેશ તા.ભાણવડ)ને ઝડપી લઇ મિયાણી મરીન પો.સ્ટે. ખાતે સોંપી આપી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

એક તરફ પોલીસે ૧૧ હજાર બોટલ થી વધુ વિદેશી દારૂ નો જથ્થો ઝડપી લીધો છે બીજી તરફ દારૂ ની બોટલો ભરેલ ટેન્કર મંગાવનાર અને અન્ય નાસતા ફરતા શખ્સ ને ઝડપી લેતા દારૂ ના ધંધાર્થીઓ માં ફફડાટ વ્યાપી ગયો છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે