નેહરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા ડોક્ટર વી.આર.ગોઢાણીયા કોલેજ પોરબંદર ખાતે એક કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારનો મુખ્ય હેતુ પોરબંદરના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીકાળથી પોતે નક્કી કરેલા ક્ષેત્રમાં કારકિર્દી ઘડી શકે તે માટે વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા યુવા અધિકારી મેઘા સનવાલ દ્વારા નેહરુ યુવા સંગઠનનાં કાર્યો અને ગતિવિધિઓની યુવાઓને વિસ્તૃત્વા જાણકારી તથા કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમની માહિતી યુવાનોને આપવામાં આવી હતી. કોમલબેન દ્વારા વિદ્યાર્થીઓને સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ તથા રિઝયુમ કઈ રીતે બનાવવું, તથા કયા પ્રકારનું રિઝ્યુમ આકર્ષક રહેશે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ કે.કાર્તિકેયન દ્વારા કોસ્ટગાર્ડ માં રોજગારીની તકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તથા ડિફેન્સમાં કઈ રીતે કારકિર્દી ઘડી શકાય તે અંગે પણ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા રોજગાર અધિકારી દિનેશ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને રોજગારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા રોજગાર અધિકારીની કચેરીમાંથી કેરિયર કાઉન્સેલર ચિરાગ દવે, ગોઢાણિયા કોલેજના આચાર્ય ડોક્ટર કેતન શાહ ઉપસ્થિત રહ્યા હતા.
કોલેજનાં પ્રોફેસર કલ્પના જોશી, ડો. રેખા મોઢા, કોલેજનાં અન્ય શિશક મંડળ નાં સદસ્યો, નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો ભૂમિકા રાઠોડ, કાના ઓડેદરા, ચિરાગ સોલંકી, હિતેશ પરમાર, મયુરી રાવલીયા વગેરે તથા કોલેજની વિધાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.