શ્રી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ આયોજીત ખારવા જ્ઞાતિના ખેલૈયાઓ માટે “નવરાત્રી મહોત્સવ-૨૦૨૩” નું પ્રતિવર્ષની જેમજ ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ હોટલ ઓશીયાનીક સામેના ગેટ પોરબંદર ખાતે ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે.
તા. ૧૫-૧૦-૨૦૨૩ થી તા. ૨૩-૧૦-૨૦૨૩ ના નવ દિવસ સુધી આદ્યશક્તિની આરાધના સ્વરૂપે થતા આ દિવ્ય કાર્યક્રમમાં ગુજરાતની આગવી ઓળખ એવા રાસ અને ગરબાની યુવાન ખેલૈયાઓ દ્વારા રમઝટ બોલાવવામાં આવશે. ગુજરાતના શ્રેષ્ઠ મ્યુઝીક આરકેસ્ટ્રાની ટીમ દ્વારા પ્રાચીન અને અર્વાચીન ફક્ત રાસ અને ગરબા જ પ્રસારીત કરવામાં આવે છે. આ પરંપરા પણ આયજકો દ્વારા જાળવી રાખવામાં આવી છે.
એકી સાથે દસ હજાર લોકો રાસ ગરબાની રમઝટ માણી શકે તેવી થ્રી સ્ટેપ સીટીંગ એરેન્જમેન્ટ સાથે બે હજાર ખેલૈયાઓ પરંપરાગત વેશભુષામાં પાંચ-પાંચ કલાક સુધી
થનગનતા ચૌવન હિલોળા લેતું હોય એવા ગોકુળીયા ગામની યાદ અપાવી જાય તેવું આહલાદક દૃશ્ય સર્જાય છે.
તા. ૧૬-૧૦-૨૦૨૩ તા. ૨૧-૧૦-૨૦૨૩ છ દિવસ દરમ્યાન વિવિધ સ્પર્ધાઓ રહેશે. જયારે તા. ૨૨-૧૦-૨૦૨૩ ના રોજ નાના ખેલૈયાઓનો મેગા ફાઇનલ અને તા. ૨૩-૧૦- ૨૦૨૩ ના રોજ મોટા ખેલૈયાઓ ભાઇ-બહેનોનો મેગા ફાઇનલ રાઉન્ડ રમાડવામાં આવશે. આ સ્પર્ધા ચાર વિભાગમાં રમાડવામાં આવશે. જેમાં જુનિયર કીઝ (પીન્ક બેઈઝ ૦ થી ૯) સીનીયર કીડઝ (ગ્રીન બેઝ ૧૦ થી ૧૫ વર્ષ), યંગ સ્ટાર ગ્રુપ (બ્લુ બેઇઝ ૧૫ વર્ષથી ઉપરની ઉંમરના ખેલૈયાઓ અને પરણીત બહેનો માટે બેસ્ટ લેડી અને બેસ્ટ ઓફ ધ બેસ્ટ લેડીની સ્પર્ધાઓ યોજવામાં આવશે.
આ સ્પર્ધાઓના નિર્ણાયકો તરીકે વાઇબ્રન્ટ ગુજરાત અને વિવિધ રાસ-ગરબાની હરીફાઇના વર્ષોથી નિર્ણાચક તરીકે વાઇબ્રન્ટ ગુજરાત અને વિવિધ રાસ-ગરબાની હરિફાઇના વર્ષોથી નિર્ણાયક તરીકે સેવા આપતા ગુજરાત રાજયના વિવિધ શહેરોના શ્રેષ્ઠ નિર્ણાયકોની ટીમ નિર્ણાયક તરીકે પોતાની સેવાઓ આપશે.
રાત્રીના ૮-૦૦ વાગ્યે શરૂ કરી રાત્રીના ૧૨-૦૦ વાગ્યા સુધી ચાલનારા આ રાસ- ગરબાને આદ્યશક્તિની ઉપાસના સ્વરૂપે ખુબ જ શ્રધ્ધા પૂર્વક રમાડવામાં આવે છે. આ રાસ-ગરબાની મજા માણી રહેલ પરિવારો માટે શુધ્ધ અને સ્વાદિષ્ટ વાનગીઓ મળી રહે તે માટે અદ્યતન કેન્ટીનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
ખેલૈયાઓના સ્વાસ્થ્યને ધ્યાને લઇને આયોજકો દ્વારા છેલ્લા પંદર વર્ષથી મેડીકલ ટેન્ટ અને ડોક્ટરોની ટીમ પણ તૈનાત કરવામાં આવે છે અને ઇમરજન્સી માટે ખારવા સમાજની “એમ્બ્યુલન્સ સેવાઓ’’ પણ લેવામાં આવશે.
એક લાખ કીલો વોટના અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સાથે વોટરપ્રુફ સામીયાણામાં મ્યુઝીક પાર્ટીના સંગાથે દસ હજાર લોકોની સીટીંગ એરેજમેન્ટ સાથે પારિવારિક વાતાવરણમાં ધુધવતા સમંદરની સામે ખારવા જ્ઞાતિના યુવા હૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવશે. આ નવરાત્રી મહોત્સવના આયોજન માટે પવનભાઇ શિયાળ વાણોટ તથા કમલેશભાઇ ખોખરીના પ્રોજેક્ટ ચેરમેન પદે વિવિધ કમિટીઓની રચના કરી નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે.



