પોરબંદર શહેરની ઐતિહાસિક ગ્રાન્ટેડ શાળા નવયુગ વિદ્યાલય ની સ્થાપના તારીખ ૨૯/૦૩/૧૯૪૮ ના રોજ વિખ્યાત કવિ અને રાષ્ટ્રપતિ ઍવોર્ડ વિજેતા શિક્ષક પૂજય શ્રી દેવજી રામજી મોઢા દ્વારા કરવામાં આવેલ અને આ સંસ્થા નવયુગ એજ્યુકેશન પોરબંદર દ્વારા સંચાલિત છે તાજેતર માં આ શાળાના ૭૬ માં સ્થાપના દિને પૂજય ભાઈ શ્રી અને અન્ય મહેમાનોની ઉપસ્થિતિ માં ઉજવણી સમારોહ યોજવામાં આવેલ.
“ વિદ્યાર્થી ગમે તે હોદા પર હોય શિક્ષક ને ક્યારેય ભૂલી શકતો નથી.” પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પોરબંદર ની ૭૬ વર્ષ જૂની નવયુગ વિદ્યાલય ના સ્થાપક, ઋષિ તુલ્ય સ્વ્. દેવજી રામજી મોઢા ના સ્મૃતિ ખંડ -ફોટો પ્રદર્શન નું અનાવરણ સમારોહ નું નવયુગ એલુમની એસોસીયેશન ની પ્રેરણા થી અને નવયુગ એજ્યુકેશન સોસાયટી તથા નવયુગ વિદ્યાલય પરિવાર ના સંયુક્ત ઉપક્રમે અને શહેરની 34 જેટલી સંસ્થા ની શુભેચ્છાઓ સાથે ભવ્ય અને દિવ્ય આયોજન કરવા માં આવેલ હતું.
શરૂઆતમાં નવયુગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ સામતભાઈ ઓડેદરા એ શાળાના પૂર્વ આચાર્યો ની સ્મૃતિ વાગોળી ને સંસ્થાની ૭૬ વર્ષની શિક્ષણ યાત્રા ની ગાથા પ્રસ્તુત કરી સૌ મહાનુભાવો ને શબ્દ કંકુ દ્વવારા મીઠો આવકાર આપ્યો હતો. નવયુગ એલુમની એસોસીયેશન ના હોદેદાર ટ્રેઝરર ગિરીશ ભાઈ બખાઈ એ પોતાના વિદ્યાર્થી કાળ ના સંસ્મરણો વાગોળી દેશ વિદેશ ના ૨૨૪ જેટલાં ભૂત પૂર્વ વિદ્યાર્થીઓના માતૃ સંસ્થા માટે સહયોગી થકી માતૃ સંસ્થા એ નવા કલેવર ધારણ કર્યા તેનો આનંદ વ્યક્ત કરી, હજુ વિજ્ઞાન ભવનનું નવનીકરણ અને શિક્ષણ ની ગુણવત્તા સુધારણા માટે ઘણુ કરવાનું છે તેમ જણાવી તેમણે માતૃ સંસ્થા નું ઋણ ચૂકવવાનો અવસર મળતા અહોભાવ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે નવયુગ વિદ્યાલયના કવિ અને શિક્ષક ખીમેશભાઈ થાનકી એ નવયુગ વિદ્યાલયના સ્થાપક દેવજી રામજી મોઢા નું જીવન કવન પ્રસ્તુત કરીને સૌને ભાવ વિભોર બનાવ્યા હતા.
શાળા ના વિદ્યાર્થીઓએ કવિ શ્રી દ્વારા લિખિત શાળા ગીત વિદ્યાર્થી કિશન મોઢવાડિયા એ ધો. ૧૧ ના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં કવિ દ્વારા લિખિત કવિતા “મારી ફળી ના બે ઝાડ” નું ગાયન કરેલ. શહેરના સુવિખ્યાત બાળ કવિ દર્શિલ લાખણશી મોઢવાડિયા એ “ મારો ગલોલી અને ગુરુ જ્ઞાનની” કાવ્ય નું અદભુત પઠન કરી ને મહેમાનો તથા તમામ શ્રોતાગણને પ્રભાવિત કર્યા હતા. માધવાણી કોલેજ ના પ્રોફેસર અને જાણીતા કવિ સ્નેહલ જોશી એ ગાંધી યુગના કવિ દેવજી રામજી મોઢા ની સાંઠ વર્ષ અગાઉ ઉમાશંન્કર જોશી સંપાદિત “ સંસ્કૃતિ “ સામયિક માં છપાયેલ “તમો આવો તો મૌન આજ તોડીએ…વર્ષો થી બંધ રહ્યા બંનેના હોઠ” રજુ કરી સ્મરણાંજલી આપી હતી.
સાંદીપનિ વિદ્યાનિકેતન ના પ્રણેતા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ની નિશ્રા માં યોજાયેલા આ સમારોહ માં નગરપાલિકાના પ્રમુખ ડો ચેતના બેન તિવારી, પૂર્વ વિદ્યાર્થી અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ સાંસદ ભરતભાઈ ઓડેદરા, દાતાઓ વિજયાબેન મોહનભાઈ કોટેચા, જગદીશભાઈ મહેતા, દુર્ગાબેન લાદીવાલા, આનંદભાઈ પ્રતાપભાઈ દત્તાણી, નવયુગ એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખ સામત ભાઈ ઓડેદરા, મંત્રી હરીશભાઈ મહેતા, એલુમની એસોસીયેશનના હોદેદારો ગિરીશભાઈ બખાઈ, પી. વી ગોહેલ, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અનિલભાઈ કારિયા, ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ અને રોટરી કલબના હોદેદાર જતીનભાઈ હાથી, રોટરી ક્લબના રોહિત લાખાણી, દીપેન બારાઈ, સામાજિક આગેવાન સામતભાઈ ઓડેદરા, જેસીઈ ના સ્થાપક પ્રમુખ લાખણસીભાઈ ગોરાણીયા અને તેમના સભ્યો, સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના પોરબંદર જિલ્લાના પ્રમુખ વિજયભાઈ ઉનડકટ, ભારત વિકાસ પરિષદના હરદત્ત ગોસ્વામી, બ્રહ્મ સમાજના અગ્રણી પ્રેમશંકર જોશી, અખિલ ભારતીય પરશુરામ દળના કેતનભાઈ થાનકી, બ્રહમસમાજના આગેવાન અશ્વિન ઠાકર, કમલેશ થાનકી, છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઇ થાનકી, મહેર સમાજના આગેવાન દેવસીભાઈ ઓડેદરા
ચાણક્ય વિદ્યાલયના ટ્રસ્ટી કમલભાઈ પાંઉ, ખાદી ગ્રામ ઉધોગ ભવનના શૈલેષભાઈ જોશી, વિઠ્ઠલાણી ભાઈ, ગોઢાણીયા બી. એડ. કોલેજ ના ડાયરેક્ટર અને કેળવણીકાર ડો ઈશ્વર લાલ ભરડા, ઇનોવેટીવ ગ્રુપ ના પ્રમુખ બલરાજભાઈ પાડલીયા, શાળાના સમર્પિત વિદ્યાર્થી અને કંડોરણા હાઇસ્કૂલના આચાર્ય અમિતભાઈ જગતીયા, લાયન્સ ક્લબ અને બાલુબા એલુમની એસોસિયેશનના હોદેદાર નિધીબેન મોઢવાડીયા, જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ જેતાભાઈ ઓડેદરા, સંચાલક મંડળ ના હોદેદાર કરશનભાઈ મોઢા, આચાર્ય સંઘ ના પૂર્વ અધ્યક્ષ અરજણ ભાઈ ઓડેદરા, આર્ય કન્યા ગુરુકુળ ના આચાર્યા ડો રંજનબેન મજીઠીયા, એડવોકેટ અશોકભાઈ મહેતા, વૃક્ષ પ્રેમી પ્રો રમેશભાઈ ભેટારીયા, ભારતીય વિદ્યાલયના નિવૃત આચાર્ય વશરામભાઈ બાપોદરા અને કેયૂરભાઈ જોશી, બાલુબા વિદ્યાલય ના આચાર્યા રાજશ્રીબેન સીસોદીયા, શુભેચ્છક મિત્ર સુરેશભાઇ નકુમ, આર.જે.ટી. કોલેજના તાલીમાર્થીઓ સહીત વિવિધ શાળા કોલેજો ના પ્રિન્સિપાલો, શિક્ષકો, અને શહેરના પ્રબુધ્ધ નાગરિકો, નવયુગ સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓ, શહેરના શ્રેષ્ઠીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, અને શિક્ષણ પ્રેમી ભાઈ બહેનો મોટી સંખ્યા માં હાજર રહી કાર્યક્રમ ને દીપાવ્યો હતો.સંજોગોવશાત કાર્યક્રમમાં હાજર ન રહી સકનાર પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી પરમાર , આર.જી.ટી બી.એડ. કોલેજ અને ડાયેટ ના પ્રાચાર્ય રાઠોડ તથા શાળાના સમર્પિત એલુમની અને શહેરના નામાંકિત એડ્વોકેટ ભરતભાઇ લાખાણી એ ટેલિફોનિક શુભેચ્ચ્છા સંદેશ પાઠવેલ હતા.
આઝાદ ભારત વર્ષના સર્વ પ્રથમ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા, ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત કવિ અને નવયુગ વિદ્યાલયના આદ્ય સ્થાપક પૂજ્ય સ્વ્. શ્રી દેવજી રામજી મોઢાના સ્મૃતિ ખંડ -ફોટો પ્રદર્શન નું અનાવરણ પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતન અને શ્રી હરિ મંદિર ના પ્રેરક રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના હસ્તે કરવામાં આવેલ હતું. પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એ પોતાના વક્તવ્યમાં માં જણાવેલ કે વિદ્યા પુરુષ દેવજી નામમાં દેવ છે, શ્રી દેવજીભાઈ એ પોતાના દેવત્વ થી કેળવણી આપીને સંસ્થાને ઉજાગર કરી છે. ઉપનિષદ નો ઉલ્લેખ કરી આશ્રમમાંથી વિદ્યા અભ્યાસ કરી શિષ્ય પ્રસ્થાન કરે ત્યારે ગુરુ દીક્ષા આપતાં કહે કે સત્યમ વદ, ધર્મમ ચર, માતૃદેવો, પિતૃદેવો અને આચાર્યદેવો ભવ: ના શપથ આપતાં આચાર્ય એવા શ્રી દેવજી રામજી મોઢાના શિષ્યો એ સંસ્થા ને યાદ કરી ઉપયોગી બનીને શિષ્યો એ શિષ્ય ધર્મ બજાવ્યો છે. શ્રી દેવજીભાઈ એ વૈચારિક અને ભાવાત્મક પિંડ ઘડ્યો અને તેથી આ સંસ્થા તિર્થ રૂપ બની છે.
સત્પુરુષ ના સંગમાં અભ્યાસ કરવાથી વિવેક શક્તિ નો વિકાસ થાય છે. શિક્ષક અને અને સૈનિક બને યોદ્ધા છે. શિક્ષકે વ્યસન, ફેશન, કુરીતિઓ અને નિરક્ષરતા સામે લડવાનું છે જયારે સૈનિકે દેશની રક્ષા કાજે લડવાનું છે. બંને આદરણીય છે. શિક્ષણ નો વ્યવસાય પવિત્ર છે, શિક્ષક એ નોકર નથી પણ ગુરુ છે. શિક્ષક ના મન માં નોકર નો ભાવ પ્રસ્થાપિત થશે તો તો નોકરો તૈયાર થશે અને ગુરુ નો ભાવ હશે તો દેશને તેજસ્વી બુદ્ધિ ધન મળશે. શ્રી દેવજીભાઈ ગુરુ હતા તેમણે તેજસ્વી અને ઓજસ્વી શિષ્યો તૈયાર કર્યા. નવયુગ વિદ્યાલય એ ગેટ વે ઓફ ઇન્ડિયા છે તેમ પોરબંદર લોહાણા બાળાશ્રમ ના વિનુભાઈ ગોંદિયા એ પણ અસંખ્ય વિદ્યાર્થીઑ નું ઘડતર કર્યું. આ પ્રસંગ ને માટે યાદ કરું છું કે મારી પહેલી ભાગવત કથા લોહાણા બાળાશ્રમ માં કરી હતી. વિદ્યાર્થી ગમે તે હોદા પર હોય પણ શિક્ષક ને ક્યારેય ભૂલી શકે નહિ. તેમણે શ્રી દેવજીભાઈ મોઢાની કવિતા “આભે ટાંગ્યો ચંદરવો ને એને છેડે બુટ્ટા” નો ઉલ્લેખ કરી સ્મરણાંજલી અર્પણ કરી નવયુગ અને એલુમની પરિવાર ને શુભેચ્છા ઓ સાથે આશીર્વાદ પાઠવ્યા હતાં.
આ તકે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈના વરદ હસ્તે નવયુગ એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખ સામતભાઈ ઓડેદરા, મંત્રી હરીશ ભાઈ મહેતા, એલુમની ના ટ્રેઝરર ગિરીશભાઈ બખાઈ, પી. વી. ગોહેલ, દેવજીભાઈ મોઢા પર પી એચ. ડી કરનાર બગવદર ઉચ્ચ માધ્યમિક શાળા ના શિક્ષિકા વિશ્વાબેન શીલુ અને નવયુગ ના પ્રિન્સિપાલ તુષારભાઈ પુરોહિત ને ઉષ્મા વસ્ત્ર દ્વવારા સન્માન કરવામા આવ્યા હતા. પોરબંદર ના ખાદી ભંડાર દ્વવારા પૂજય ભાઈશ્રી તથા નવયુગ વિદ્યાલયને પ્રમુખ અનિલભાઈ કારિયા તથા મંત્રી હરીશ ભાઈ મહેતા એ ગાંધી ચરખો સ્મૃતિ ચિન્હ રુપે અર્પણ કરવામાં આવેલ હતા.
ઉલ્લેખનીય છે કે, સને 1948 પહેલા સ્થાપક પાકિસ્તાન ના કરાંચી સ્થિત શારદા મંદિર માં શિક્ષક હતાં અને વતન પ્રેમ થી પ્રેરાઈ ને તેઓએ આરંભ માં ખોજા ખાના પાસે ડો. કોટક ના “અવસર” મકાન ના બે -રૂમ માં નાની શાળા શરૂ કરી હતી. શ્રી દેવજીભાઈ ની શિક્ષણ ની સુવાસ પોરબંદર ના રાજવી મહારાણા નટવરસિંહજી ને કાને પહોંચતાં તેઓએ શિક્ષણ પ્રેમ દર્શાવીને રજવાડા ના સમયમાં નેટિવ ગેસ્ટ હાઉસ તરીકે ઓળખાતું ઐતિહાસીક મકાન વધુ મોટી શાળા સ્થાપવા માટે વાર્ષિક રૂપિયા એકના નજીવા દરે નવયુગ એજ્યુકેશન સોસાયટી ને અર્પણ કર્યું હતું. શાળામાં સતત 28 વર્ષ સુધી આચાર્ય તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપીને હજારો વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ ભવિષ્ય નું નિર્માણ કરીને આદર્શ નાગરિક બનાવનાર સ્થાપક કવિ દેવજી રામજી મોઢા ની સ્મૃતિમાં શાળા નું નવીનીકરણ કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન નવયુગ એલુમની એસોશિએશને પૂજય દેવજીભાઇ ની આચાર્યની ચેમ્બરમાં તેઓ દ્વારા લિખિત કવિતાનું પ્રદર્શન અને ફોટો પ્રદર્શન તૈયાર કરીને સ્થાપક ની યાદમાં પ્રતિમા સાથેનો સ્મૃતિ ખંડ બનાવીને સ્થાપકના શિક્ષણ પ્રેમ અને શિષ્ય પ્રેમનું ઋણ અદા કર્યું છે. આ કાર્યક્રમ નું સંચાલન જાણીતા ઉદઘોષક શિક્ષક નીરવભાઈ જોશી એ સંભાળ્યું હતું. જયારે આભાર વિધિ નવયુગ વિદ્યાલય ના પ્રિન્સિપાલ તુષારભાઈ પુરોહિત એ કરી હતી. અમેરિકા સ્થિત શ્રી દેવજીભાઈ મોઢા ના સુપુત્ર સતીષભાઈ મોઢા ના સોજન્યથી જાહેર થયેલ અલ્પાહાર બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.