રાણાવાવ પંથક માં ૨૦૨૨ માં પટના ના શખ્સે અઢી વર્ષ ની બાળકી ને ઝુપડા માં લઇ જઈ બળાત્કાર નો પ્રયાસ કરી ઈજાઓ પહોંચાડી હતી જે મામલે પોરબંદર ની સ્પે પોક્સો કોર્ટે નરાધમ ને આજીવન સખ્ત કેદ ની સજા ફટકારી છે.
મૂળ પટના ના રહેવાસી સંતોષ બિરબહાદુર માંજી એ ગત તા. ૧૦/૦૩/૨૦૨૨ ના રોજ બપોરનાં અરસામાં રાણાવાવ પંથક માં વાડી માં મજુરીકામ કરતા પરિવાર ના સભ્યો મજુરી અર્થે ગયા હતા અને તેના બાળકો ઘર આગળ ખુલ્લી જગ્યામાં રમતા હતા તે વખતે ત્યાં આવીને બાળકોને માર મારી, છરી બતાવી, ડરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને ત્યાં રહેલ ૩૦ માસ ની બાળકી ને ઉપાડી તેના જ ઝુપડા માં લઈ જઈ બળાત્કારની કોશીષ કરી, ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ત્યાર બાદ તે નાસી ગયો હતો જે અંગે તે સમયે તેના વિરૂધ રાણાવાવ પોલીસ મથક માં ગુન્હો નોંધાયો હતો આ કેસ એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે.એ.પઠાણની કોર્ટમાં ચાલી જતા પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દવારા ૭૦ દસ્તાવેજી પુરાવાઓ તથા ૨૫ સાહેદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી. જે અનુસંધાને કોર્ટ દવારા આરોપી સંતોષ ને આજીવન સખ્ત કેદ ની સજા તથા રૂ ૩૩ હજાર નો દંડ ફટકાર્યો છે.