Thursday, November 21, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જિલ્લામાં મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ યોજાશે:જાણો સંપૂર્ણ વિગત

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં દેશભરમાં તા. ૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન મારી માટી, મારો દેશ, માટીને નમન, વિરોનેવંદન અભિયાન યોજાશે. ગુજરાત સરકાર દ્વારા પણ ભારત સરકારના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ યોજવાના છે .જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાઈ અને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરે તે માટે દરેક જિલ્લામાં થયેલા આયોજન અંતર્ગત પોરબંદર જિલ્લામાં પણ આયોજન અને તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક ના અધ્યક્ષ સ્થાને પોરબંદરમાં આ કાર્યક્રમની તૈયારી માટે ચર્ચા વિચારણા અને આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કલેક્ટર કે.ડી. લાખાણી અને જિલ્લા વિકાસ અધિકારી કે.બી ઠક્કર તેમજ જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની સફળતા માટે લોકોને જોડવા માટે કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપવામાં આવી હતી.

ગ્રામ પંચાયતો અને શહેરી વિસ્તારના અમૃત સરોવર પર વીર શહીદોના નામ સાથે શિલાફલકમ લગાવાશે. જેમાં પોરબંદર જિલ્લાના ગામમાં સ્થાનિક શહીદોની તકતી અથવા તમામ વીરોને વંદન કરતી તકતી બનાવવામાં આવશે. રાષ્ટ્રની એકતા અને એકસુત્રતા માટે નાગરીકો સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લેશે. વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત ગામે-ગામ ૭૫ વૃક્ષો વાવવામાં આવશે. ગામમાંથી માટી એકત્ર કરશે. માટી અમૃત કળશ યાત્રાઓ યોજાશે અને તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા યુવાનો એકત્ર થયેલી માટીના અમૃતકળશ દિલ્હી પહોંચાડશે.

આ પ્રસંગે સાંસદ રમેશભાઈ ધડુકે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત તેમજ તાલુકા કક્ષાના અને નગરપાલિકા કક્ષાના કાર્યક્રમોમાં લોકો સહભાગી બને અને તેમને કાર્યક્રમ વિશેની માહિતી મળે તે માટે તેઓએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

તારીખ 9 થી 16 ઓગસ્ટ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ અને તારીખ 16 થી 20 દરમિયાન નગરપાલિકા કક્ષાએ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમ યોજવાના છે. જેમાં સ્થાનિક વીરો નું સન્માન ઉપરાંત પોલીસ , સેનાના જવાનો, સ્વાતંત્ર સેનાનીઓના પરિવારજનો માજી સૈનિકોનું પણ સન્માન કરવામાં આવશે. હાથમાં દીવો લઈને પંચ પ્રણ પ્રતિજ્ઞા તેમજ આ સ્થળે સેલ્ફી લઈ સરકાર દ્વારા બનાવવામાં આવેલ વેબસાઈટ પર અપલોડ કરી શકાશે અને પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકાશે.

પોરબંદર જિલ્લાના 155 ગામોમાં વૃક્ષારોપણ થાય તેમજ વીર શહીદોને શ્રદ્ધાંજલિ અને સન્માન કાર્યક્રમ સહિત વિવિધ કાર્યક્રમના આયોજન માટે તાલુકા કક્ષાએ પણ મિટિંગ યોજવામાં આવી છે અને સરપંચ ને પણ કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી છે તેની માહિતી આપવામાં આવી હતી.

પોરબંદર જિલ્લાના પોરબંદર કુતિયાણા અને રાણાવાવ તાલુકા કક્ષાએ પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આગામી તા.૧૩,૧૪,૧૫ ઓગષ્ટના ગયા વર્ષની જેમ હર ઘર તિરંગા કાર્યક્રમમાં પણ લોકોને સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ તકે સાંસદ રમેશભાઈ ધડુક, જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા, જિલ્લા કલેક્ટર કે.ડી.લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર, નિવાસી અધિક કલેકટર એમ.કે.જોશી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા સહિત અધિકારીઓ, અગ્રણી રમેશ ભાઈ ઓડેદરા, પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખ મસરીભાઈ ખૂટી, રાણાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ સામતભાઈ મોઢવાડીયા, પોરબંદર નગરપાલિકાના પ્રમુખ સરજુ ભાઈ કારીયા સહિત મહાનુભાવો આ તકે ઉપસ્થિત રહ્યા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે