પોરબંદરમાં ચાઇનીઝ પંજાબી સાઉથ ઈન્ડીયન ખાણીપીણીની લારીઓમાં પાલીકાએ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં 6 ધંધાર્થીઓ ને ૧-૧ હજાર નો દંડ ફટકાર્યો છે.
પોરબંદર નગરપાલિકાની કુડ ચેકીંગ અંગેની ટીમ દ્વારા ખાદ્યપદાર્થોના ધંધાર્થીઓ લારીઓ, દુધની ડેરીઓ, પ્રોવિઝન સ્ટોર, બેકરી સ્ટોર, મીઠાઇ ફરસાણની દુકાનો, માં ચેકીંગ કરવામાં આવે છે. ત્યારે રામ ટેકરી નજીક આવેલ જય માતાજી ચાઇનીઝ એન્ડ પંજાબી લારી,વાડી પ્લોટ વિસ્તાર માં આવેલ રાજા નમકીન, ખીજડી પ્લોટ સામે આવેલ દેવ નારાયણ પાણીપુરી,જલારામ કોલોની સામે આવેલ રાજ ચાઇનીઝ એન્ડ પંજાબી લારી, જડેશ્વર મંદિર સામે આવેલ અંજની ચાઇનીઝ લારી તથા તે જ વિસ્તાર માં આવેલ ન્યુ મંગલ મુર્તી ઢોસા લારી ના પ્રીમાઈસીસ માં અસ્વચ્છતા અને ઉઘાડા ખાદ્યપદાર્થ મળી આવતા તમામ ધંધાર્થીઓ ને રૂ ૧-૧ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો છે.
નગરપાલિકા દ્વારા પ્રજાજનોને અનુરોધ કરવામાં આવે છે કે આવા ધંધાર્થીઓ પાસેથી પુરતી ચકાસણી કરી ખાદ્યપદાર્થોની ખરીદી કરવા જોઈએ.