પોરબંદરના કોલીખડા પાસે ૩ વર્ષ પૂર્વે મુંબઈના કાર ચાલકે યુવાનને હડફેટે લઇ મોત નીપજાવ્યું હતું. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ચાલકે બનાવટી વીમા પોલિસી રજુ કરતા તેની સામે છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાઈ હતી જે મામલે પોલીસે ચાલક ને મુંબઈ થી ઝડપી લીધો છે.
પોરબંદરના વીરડી પ્લોટમાં રહેતા રમઝાનભાઈ ગજ નો પુત્ર સિરાજ (ઉવ ૨૪) કોલીખડા બાયપાસ રોડ પર નેશનલ હાઇવે પાસે આવેલા ડીઝલ પંપમાં નોકરી કરતો હતો. અને ગત ૧/૧૧/૨૨ના મહારાષ્ટ્ર પાસિંગની કારે પુરઝડપે આવી રોડ પરના પશુને હડફેટે લઈને ડીઝલ પંપની ઓરડીમાં ઘૂસી જતા સિરાજ નું મોત નીપજ્યું હતું. જેમાં અજાણ્યા કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ ગત ૧-૧૦-૨૩ ના મહારાષ્ટ્રમાં કોટક મહિન્દ્રા જનરલ ઇન્સ્યુરન્સ કંપની માં સીનીયર મેનેજર તરીકે ફરજ બજાવતા અજય અમરનાથ ગુપ્તા એ પોરબંદર ના ઉદ્યોગ નગર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેને કોર્ટ ક્લેમ કેસ ઇન્સ્યોરન્સ પોલીસી તેમજ ડેમેજ વાહનોની પોલીસી અંગેની વિગતો ચકાસવાની હોય છે.
તે અંતર્ગત કોલીખડા માં થયેલ વાહન અકસ્માત બાબતે રમજાને સાગર અનિલ ગુપ્તા અને દેવ પૃથ્વીસ જોશી અને તેની વીમા કંપની ઉપર ૪૦ લાખ રૂપિયાનો કલેમ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આથી અજયે વિમાની પોલીસી તપાસતા દેવના નામે ફોરવીલ ની તા ૩૧/૧૦/ ૨૩ સુધી વેલીડ હોવાનું પોલીસીમાં લખ્યું હતું સર્વરમાં ચેક કરતા પોલીસીના નંબર સાચા હતા. પરંતુ તેમાં તારીખ અને અન્ય વિગતોની માહિતી ખોટી હોવાનું જણાયું હતું. આથી અજયને પોલીસી ખોટી રીતે બનાવવામાં આવી હોવાનું લાગતા તપાસ કરતા એવું સામે આવ્યું હતું કે તા ૧ /૧૧/ ૨૦૨૨ ના રોજ અકસ્માત થયો માં સિરાજ નું મૃત્યુ થયું હતું. અને કંપની દ્વારા પોલીસી ૩/ ૧૧ ના ઇશ્યૂ થઈ હતી જેથી આ ડુપ્લીકેટ પોલીસી બનાવી અને પોલીસ સ્ટેશનમાં રજૂ કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી. જે મામલે દેવ નાસતો ફરતો હતો પેરોલ ફર્લો સ્કવોડ ને બાતમી મળી હતી કે દેવ હાલ મુંબઈ છે આથી પોલીસ તુરંત મુંબઈ દોડી ગઈ હતી અને દેવ (ઉવ ૨૫,રે એ-૩૩,પુષ્પા પાર્ક,એસ વી રોડ,બોરીવલી,મુંબઈ)ને ઝડપી લઇ તેણે ગુન્હા ની કબુલાત આપતા આગળ ની કાર્યવાહી માટે ઉદ્યોગનગર પોલીસ ને સોપ્યો છે.
