પોરબંદર બોટ એસોસિએશન ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં માછીમારો અને બોટ માલિકો ની સમસ્યાઓ અંગે ચર્ચા કરાઈ હતી.
તા. ૨૨-૦૮-૨૦૨૪, ગુરૂવારનાં રોજ શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજનાં અધ્યક્ષ સ્થાને શ્રી પોરબંદર માછીમાર બોટ એસોસીએશનની ” વાર્ષિક સાધારણ સભા * (જનરલ મીટીંગ ) નું આયોજન કરવામા આવેલ, તેમા બોટ માલિકોનાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવેલ હતી. આ વાર્ષિક સાધારણ સભામાં શ્રી પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનનાં ગત વર્ષ ૨૦૨૩/૨૪ નો વાર્ષિક અહેવાલ બોટ માલિકને રજુ કરવામાં આવેલ હતો તેમજ વર્ષ ૨૦૨૪/૨૫ નાં પ્રમુખ મુકેશભાઈ પાંજરી નું અભિવાદન કરવામાં આવેલ અને નવી કાર્યવાહક સમિતિની જાહેરાત કરવામાં આવેલ હતી.
માછીમારી કરતી ફીશીંગ બોટો ગુજરાત સરકારનાં મત્સ્યોદ્યોગ વિભાગનાં પરિપત્ર મુજબ તા. ૧૫ ઓગષ્ટ થી માછીમારી કરવા માટે દરિયામા મોકલવામાં આવેલ તે બોટો માછીમારી કરીને પરત આવે ત્યારે માછલીઓના સારા ભાવ મળી રહે તે માટે એક્ષ્પોર્ટર સાથે થયેલ ચર્ચાની રજુઆત કરેલ હતી. તેમજ છેલ્લા ૧૦ વર્ષથી માચ્છીમારી વ્યવસાયમાં મંદિનું ગ્રહણ લાગવાથી માચ્છીમારી કરતી ફિશીંગ બોટોને નુકશાનીનો સામનો કરવો પડતો હોય છે અને બોટ માલિકોએ તેમની બોટ અને માચ્છીમારી વ્યવસાય કેવી રીતે ચલાવવો તેમની સતત ચિંતાઓ થતી હોય છે, જે બોટ માલિકો તેમની બોટો માચ્છીમારીનાં અભાવે ચલાવી ન શકતા હોય તેવા બોટ માલિકોએ બેંકો તેમજ વેપારીઓ પાસે તેમજ અન્ય લોકો પાસે થી લોન પેટે પૈસા લઈ ને તેમનો વ્યવસાય ચલાવવા મજબુર હોય, પરંતુ દરિયાઇ પોલ્યુશનનાં કારણે આવી અનેક નાની મોટી બોટ ધારકો કર્જનાં બોજ નીચે દબાઈ જવાનાં કારણે તેમના પરિવારોનું ગુજરાન ચલાવવુ/બાળકોને અભ્યાસ કરાવવા જેવી અનેક સમસ્યાઓ સાથે સંકડાયેલ જતા હોય છે અને સતત ને સતત આવી પરિસ્થિતીનાં કારણે જે પરેશનીઓ વધતી જતી હોય છે.
તે પરેશાનીઓમાંથી ઉગારવા માટે આ વાર્ષિક સાધારણ સભા (જનરલ મીટીંગ)માં ઉપસ્થિત માચ્છીમાર આગેવાનો દ્રારા અનેક રસ્તાઓ કાઢવા માટે પોતપોતાનો વક્તવ્ય રજુ કરેલ હતું અને આવનારા દિવસોની અંદર માચ્છીમારો અને બોટ માલિકોની સ્થિતીમાં સુધારો આવે તેવી શુભકામનાઓ પાઠવેલ હતી અને તેમના માટે નવા આયોજનો કરી સરકારશ્રીમાં રજુઆતો કરીને માચ્છીમારોનાં વિકાસ માટે સરકારમાં જે અન્ય ઉદ્યોગોને લાભ આપવામાં આવે છે. જેમકે જમીન ખેડૂને લાભો આપવામાં આવે છે. તેવી જ રીતે સાગરખેડૂઓને સરકારની યોજનાનાં લાભો અને સહાયો કરવામાં આવે તેમનાથી માચ્છીમારી વ્યવસાયને પુરતો વેગ મળે અને બોટો પાર્કીંગ માટે જુના બંદરને લગતી માપલાવારી વિસ્તારમાં બોટ પાર્કિંગ માટે નવી જેટીનું કામ ચાલતું હોય તેમનું કામ વહેલીતકે પુર્ણ થવા જઈ રહ્યું છે તેમનાથી માચ્છીમારી કરીને આવેલી ફિશીંગ બોટોને તેમની માછલીઓ ઉતારવા માટે વ્યવસ્થા થઈ શકે અને તેમની માછલીઓનાં ભાવ સારા મળી શકે તે માટે આયોજન કરવામાં આવશે તેમજ બંદરને લગતા નાના મોટા પ્રશ્નો અંગે માછીમાર બોટ માલિકો દ્રારા તેમના મંતવ્યો આપેલ હતા.
આ મીટીંગમાં શ્રી પોરબંદર સમસ્ત ખારવા સમાજનાં વાણોટ પવનભાઈ શિયાળ, ઉપ પ્રમુખ અશ્વિનભાઈ જુંગી, તેમજ પંચ પટેલો, ટ્રસ્ટીઓ, શ્રી પોરબંદર માછીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, ઉપ પ્રમુખ ધર્મેશભાઈ ગોહેલ તેમજ કમિટિ સભ્યો, નગરપાલીકાનાં ઉપ પ્રમુખ મનિષભાઈ શિયાળ, ખારવા સમાજ પુર્વ વાણોટ સુનિલભાઈ ગોહેલ, માચ્છીમાર બોટ એસોસીએશન પુર્વ પ્રમુખો નરશીભાઈ જુંગી, અશ્વિનભાઈ જુંગી, ભરતભાઈ મોદી, સપ્લાયર્સ એસોસીએશનનાં પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ, રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંધનાં પ્રમુખ વિનોદભાઈ કોટિયા સહીતનાં મહાનુભાવો અને ખુબ જ મોટી સંખ્યામા બોટ માલિકો ઉપસ્થિત રહ્યાં હતા.