પોરબંદર ના સાંસદે બરડા વિસ્તાર માં સિંહ નો વસવાટ બંધ રાખવા લખેલા પત્ર નો વિવાદ ઉઠતા સિંહ નો વસવાટ થાય તો પોતાને કોઈ વાંધો ન હોવાનો પત્ર સાંસદે વન અને પર્યાવરણ મંત્રી ને લખ્યો છે.
પોરબંદર ના સાંસદ રમેશભાઈ ધડુકે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને પત્ર લખી રાણાવાવ ના બરડા જંગલ વિસ્તાર માં સિંહ નો વસવાટ બંધ કરવા જણાવ્યું હતું. જેથી સિંહ પ્રેમીઓ માં ભારે રોષ જોવા મળતો હતો. અને એક તરફ સરકારે બરડા માં સિંહ ના વસવાટ પાછળ કરોડો નો ખર્ચ કર્યો છે અને તેનો પ્રોજેક્ટ અમલ માં મુક્યો છે. ત્યારે સાંસદ દ્વારા જ સિંહ વસવાટ નો વિરોધ કરવામાં આવતા રાજ્યભર માં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. અને વિવાદ પણ સર્જાયો હતો.
જેના પગલે હવે વન અને પર્યાવરણ મંત્રી ને ધડુકે વધુ એક પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે બરડા ડુંગર માલધારી આદિવાસી ટ્રસ્ટ તથા બરડા વાડી વિસ્તાર માં રહેતા લોકો દ્વારા સિંહ તેના પશુઓ ના અવારનવાર શિકાર કરતો હોવાની તથા સિંહ ની ગર્જના થી પશુઓ તથા માલધારીઓ માં ભય વ્યાપી ગયો હોવાની તેમની સમક્ષ લેખિત તથા મૌખિક રીતે અવારનવાર રજૂઆત કરી હતી. તથા સિંહ ની ગર્જના ના કારણે ગાયો અને ભેંસો આખો દિવસ ભાંભરતી હોવાની પણ રજૂઆત કરી હતી.
આથી તેની રજૂઆત ના આધારે તેઓ એ વન અને પર્યાવરણ મંત્રી ને રજૂઆત કરી હતી. અન્યથા સિંહ વિસ્તાર ને કે જંગલ ખાતા ને હાની પહોંચાડવા નો તેઓનો કોઈ હેતુ નથી. તેમજ બરડા જંગલ વિસ્તાર માં સરકાર દ્વારા સિંહ ના વસવાટ માટે કોઈ આયોજન હોય તો પોતાને કોઈ વાંધો કે તકરાર ન હોવાનું જણાવ્યું છે.