Monday, June 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જીલ્લા માં ૧૪૫૦ થી વધુ કર્મચારીઓ દ્વારા ૫૪ હજારથી વધુ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા માં આવ્યા

પોરબંદર જીલ્લા માં બે દિવસ માં ઘરે ઘરે જઈ ને તથા ૩૪૨ પોલીયો બુથ ખાતે ૧૪૫૦ થી વધુ કર્મચારીઓ દ્વારા ૫૪ હજાર થી વધુ બાળકો ને પોલીયો ના ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવી હતી.

દો બૂંદ જીંદગી કી સુત્રને સાર્થક કરવા પોરબંદર જિલ્લાના ૩૪૨ પોલીયો બુથ પર ૧૪૫૦ થી વધુ આરોગ્ય, આંગણવાડી, આશા બહેનોએ સરાહનીય કામગીરી કરી છે. તા.૧૮ અને તા.૧૯ ના રોજ ૫૪ હજાર ૫૦૨ બાળકોને પોલીયોના ટીપા પીવડાવ્યા છે. મોબાઇલ ટીમ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, ચોપાટી જેવા વિસ્તારોમા જ્યા લોકોની અવરજવર હોય તેવા વિસ્તારમા બુથ રખાયા હતા. તથા તા.૧૯અને તા.૨૦ના રોજ ડોર ટુ ડોર ફરીને બાકી રહેલા ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે.

પોરબંદર સહિત રાજ્યભરમાં એકપણ બાળક પોલીયોના ટીપાથી વંચિત ન રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં આરોગ્ય વિભાગની ટીમ કટીબધ્ધ છે. ત્યારે પોરબંદર જિલ્લામાં જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનાં સંલકનમાં જિલ્લાના કુલ ૩૪૨બુથો પર તા.૧૮ના રોજ પોલીયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત એકપણ બાળક પોલીયોના ટીપાથી વંચિત ન રહે તે માટે તા.૧૯ અને તા૨૦ના રોજ આરોગ્યની ટીમ ઘરે ઘરે જઇને બાકી રહેલા બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે. તથા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન ચોપાટી સહિતના સ્થળોએ પોલીયો બુથ ઉભા કરીને બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. પોરબંદર, રાણાવાવ, કુતિયાણા શહેરી સહિત ગ્રામીણ વિસ્તારમાં બુથની સાથે સાથે મોબાઇલ ટીમ મારફત પણ પોલીયોના ટીપા પીવડાવવાની કામગીરી કરવામાં આવી હતી.

પોરબંદર જિલ્લામા તા. ૧૮ ના રોજ જુદા જુદા બુથ પર બાળકોને પોલિયોના ટીપા પિવડાવવામા આવ્યા હતા. તથા તા. ૧૯ અને તા.૨૦ ના રોજ કર્મીઓ ઘરે ઘરે જઇને બાકી રહેલા બાળકોને પણ ટીપા પીવડાવવામા આવી રહ્યા છે. ત્યારે પોરબંદરના શહેરી વિસ્તારમાં આરોગ્ય વિભાગ, આંગણવાડી તથા આશા બહેનોની જુદી-જુદી ટીમો દ્વારા પોલિયો બુથ પર, મોબાઈલ વાન મારફત, જાહેર સ્થળો પર તથા ઘરે ઘરે જઈને બાળકોને પોલિયો ટીપા પીવડાવ્યા હતા.

જેમા શહેરના નરસંગ ટેકરી વિસ્તાર, કમલાબાગ, સુદામાચોક, છાંયા વિસ્તાર, કર્લીનો પુલ, ઝૂંડાળા સ્લમ વિસ્તાર,બોખીરા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, ચોપાટી વિસ્તાર, રાંઘાવાવ, બિરલા દંગા વિસ્તાર, નવાપરા સ્લમ, સુભાષનગર, રોકડિયા હનુમાન સહિતના સ્થળો તથા લોકોની અવરજવર વધુ હોય તેવા જાહેર સ્થળોએ બાળકોને સ્થળ પર જ ટીપા પીવડાવી શકાય તે માટે બુથ રખાયા હતા. આ ઉપરાંત મોબાઇલ ટીમ દ્રારા પણ વિવિધ સ્થળોએ જઇને બાળકો બાકી રહેલા બાળકોને શોધીને ટીપા પીવડાવવાની સરાહનીય કામગીરી કરવાની સાથે તા.૧૯ અને તા. ૨૦ના રોજ ઘરે ઘરે જઈને બાકી રહેલા બાળકોને પણ પોલિયોના ટીપા પીવડાવ્યા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે