સૌરાષ્ટ્રના સંત શિરોમણી પરમપૂજ્ય શ્રી જલારામ બાપાની ‘અન્ન સેવા એજ પ્રભુ સેવા’ની ભાવનાને અનુસરી જ્યાં લગાતાર ભૂખ્યાજનોને જઠરાગ્ની ઠારવા માટે અન્નક્ષેત્ર ચાલુ છે. તેમજ અશક્ત લોકો માટે ટિફિનસેવા પણ ચાલુ છે. એવા પોરબંદર શહેર મધ્યે શીતલાચોક વિસ્તારમાં આશરે સાંઠ વરસથી પ્રતિષ્ઠિત તથા શ્રી જલારામ સેવા મંડળ, પોરબંદર દ્વારા સંચાલિત એવા સેવાના પરમધામ સમા મુખ્ય જલારામ મંદિર ખાતે ગત તારીખ ૨૪-૧૨-૨૦૨૩ અને રવિવારના રોજ સવારે ૯ કલાકે શ્રી જલારામ સેવા મંડળ તેમજ પોરબંદર લાયન્સ ક્લબ પ્રાઈડના સંયુક્ત ઉપક્રમે એક સર્વ રોગ નિદાન અને સારવારના મેગા કેમ્પનું આયોજન થયું હતું. જેમાં રોગની તપાસ માટે આવનાર દર્દીઓને તેમના રોગનું નિદાન તેમજ એ પછી સારવારના ભાગ રૂપે પાંચ દીવસની જરૂરી દવા નિ:શુલ્ક આપવામાં આવી હતી.
આ સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પમાં શહેરના માનવંતા તજજ્ઞ તબીબો એ પોતાની માનદ સેવા આપી હતી. જેમાં ડૉ. સુરેશ ગાંધી (એમ.ડી.), ડૉ. પર્યંત વાળા (એમ.ડી.), ડૉ. અશોક ગોહેલ (એમ એસ.), ડૉ. શ્રીમતી વસુંધરા નાણાવટી (સ્ત્રી-રોગ નિષ્ણાંત), ડૉ. કિશોર કાટબામણા (દાંતના રોગોના નિષ્ણાંત), ડૉ. જય ગઢીયા (દાંતના રોગોના નિષ્ણાંત), ડૉ. જય બદીયાણી (બાળકોના રોગોના નિષ્ણાંત), ડૉ. શ્રીમતિ યશસ્વિની બદીયાણી (આંખના રોગોના નિષ્ણાંત), ડૉ. દિનેશ ભરાડ (હાડકાના રોગોના નિષ્ણાંત), ડૉ. રિદ્ધિ લોઢારી (ચામડીના રોગોના નિષ્ણાંત), તેમજ ડૉ. કીર્તિ રાડીયા (જનરલ ફિઝીશ્યન) શામેલ હતાં. તદુપરાંત સંસ્થાના પ્રમુખ ડૉ. અનીલ દેવાણી એ એક ડોક્ટર તરીકે પણ આ કેમ્પમાં પોતાની સેવા આપી હતી.
લાયન્સ ક્લબના ડીસ્ટ્રીક્ટ ગવર્નર હિરલબા જાડેજાના માર્ગદર્શન હેઠળ નિર્ણિત અને આયોજિત આ મેગા કેમ્પના ઉદ્ઘાટન સમારોહમાં કલેકટર લાખાણી ના અધ્યક્ષપદે પૂર્વ કેબિનેટ મીનીસ્ટર બાબુભાઈ બોખીરીયા,ડી.ડી.ઓ. ઠક્કર , પી.સી.સી.બેન્કના ચેરમેન અનિલભાઈ કારીયા,ચેમ્બર ઓફ કોમેર્સ ના પ્રમુખ જીગ્નેશભાઈ કારીયા, ડીસ્ટ્રીક્ટ ચેમ્બર પ્રમુખ જતીનભાઈ હાથી, લાયન્સ પ્રાઈડ પ્રમુખ ભાવનાબેન છેલાવડા વગેરે ઉપસ્થિત રહી આ કેમ્પના આયોજનને આવકાર આપ્યો હતો.
કેમ્પના ઉદ્ઘાટન સમારોહ અવસરે મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ આ સર્વે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ ડૉ.અનિલભાઈ દેવાણીએ મહેમાનોને શબ્દોથી આવકાર્યા હતાં. જયારે અનિલભાઈ કારીયા, ડૉ.ગાંધી સાહેબ , બાબુભાઈ બોખીરીયા, ડીડીઓ ઠક્કર એ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ત્યાર બાદ કલેકટર લાખાણીએ અધ્યક્ષપદે થી આપેલ પોતાના વક્તવ્યમાં આ સેવાયજ્ઞને બિરદાવ્યો હતો. કાર્યક્રમના અંતે મેનેજિંગ ટ્રસ્ટી ભાવિક દેવાણીએ સહુ મહેમાનોનો આભાર માન્યો હતો અને આગામી ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે મંદિરમાં શ્રી રામલલ્લા બિરાજશે એ અવસરના સંદર્ભે આ કેમ્પને એક નાનકડુ પુષ્પઅર્પણ ગણાવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન જાણીતા ઉદ્ઘોષક હરીશ થાનકીએ કર્યું હતું. આ પ્રસંગે અનિવાર્ય સંજોગોને કારણે ઉપસ્થિત રહી નહોતા શકયા એવા નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી તથા ખારવા સમાજના વણોટ પવનભાઈ શિયાળ એ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો તેમજ લાયન્સ ક્લબના ડીસ્ટ્રીક્ટ ગવર્નર હિરલબા જાડેજાએ પણ આશીર્વાદ પાઠવ્યા હતાં.
આ પ્રસંગે ‘ખબર જગત’ ના સર્વેસર્વા જયેશભાઈ જોશી અને પરિવાર, ભાજપ શહેર પ્રમુખ પંકજભાઈ મજીઠીયા, વિભાગીય નાગરિક સહકારી બેન્કના નીલેશ કક્કડ, રામ ગરચર, મેરામણ મકવાણા, મહેશ મકવાણા, સંજયભાઈ માળી, ભરતભાઈ રાજાણી, અતુલભાઈ કારીયા, સુરેશભાઈ કોટેચા, એડ્વોકેટ ભરતભાઈ લાખાણી, શૈલેશભાઈ કોટેચા, મુકેશભાઈ ઠક્કર, આકાશભાઈ વિઠ્ઠલાણી અને પરિવાર, ભરતભાઈ પોપટ અને પરિવાર, ભરતભાઈ રાયચુરા અને પરિવાર, પ્રદીપભાઈ મોનાણી અને પરિવાર, દિનેશભાઈ ઠકરાર, દિલીપભાઈ ગાજરા અને પરિવાર, બ્રહ્મ સમાજના અગ્રણી પ્રેમશંકરભાઈ જોશી, કિરીટભાઈ રાજપરા, રવિ રાયચુરા, ધાર્મિક ગોકાણી, સમીર દેવાણી, રાજુભાઈ લાખાણી, સુનીલભાઈ ગોહેલ, ચિરાગ દત્તાણી અને પરિવાર, અનિલભાઈ અમલાણી, હરીશભાઈ ગોહેલ, રમેશભાઈ મોનાણી અને પરિવાર,સુભાષભાઈ ઠકરાર અને પરિવાર, સી.એ. ગોકુલભાઈ ઠક્કર, ડૉ. અરવિંદ ભાઈ ગઢીયા અને પરિવાર આ સહુ મિત્રોએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભાવિક દેવાણીએ આ કેમ્પના સમાપન વખતે સારવાર માટે આવેલા દર્દી મિત્રો પ્રત્યે આભારની લાગણી દર્શાવતા જણાવ્યું હતું કે આ મેડીકલ કેમ્પમાં આશરે ૫૦૦ જેટલા દર્દીઓને એમના રોગનું નિદાન કરી સારવાર આપવામાં આવી હતી. જે આ સદ્કાર્યની સફળતા હતી.