Saturday, August 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

રાણાવાવ ખાતે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પ નો ૩૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો

રાણાવાવ ખાતે આયુષ મેળા ૨૦૨૩ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરાયું હતું જેનો ૩૦૦ થી વધુ દર્દીઓ એ લાભ લીધો હતો.

ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક આયુષની કચેરી ગાંધીનગર નિર્દેષિત તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત પોરબંદર તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોરબંદર દ્વારા આયુષ મેળા 2023 અંતર્ગત સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું ૦૭-૦૧-૨૦૨૩ ના નિર્વાણ ધામ રાણાવાવ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં બહોળી સંખ્યા માં દર્દીઓ એ લાભ લીધો હતો અને આશરે 300 થી વધુ લાભાર્થીઓ એ આયુર્વેદ સારવાર નો લાભ લીધો હતો.

કેમ્પનું ઉદ્ઘાટન પ. પુ. સદ્. શ્રી પરમાત્માનંદ સ્વામીજી, નિર્વાણધામ આશ્રમ રાણાવાવ,ડો.ભરત આગઠ, કારોબારી અધ્યક્ષ તાલુકા પંચાયત રાણાવાવ,ડો. રામદેભાઈ રાતડીયા તાલુકા હેલ્થ ઓફિસર,રાણાવાવ તથા ડો. પિયુષ વાજા તાલુકા હેલ્થ ઓફિસર પોરબંદર દ્વારા કરવામાં આવ્યું હતું.કેમ્પમાં સહયોગી તરીકે નિર્વાણ ધામ રાણાવાવ સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો.

આ મેગા કેમ્પમાં નીચે મુજબ ની પ્રવૃત્તિઓનુ આયોજન કરવામાં આવ્યું
૧) સર્વ રોગ આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ –
૨) હોમીયોપેથીક નિદાન અને સારવાર કેમ્પ –
૩) ઔષધીય વનસ્પતિ નું પ્રદર્શન અને રસોડાની ઔષધીઓ નું માર્ગદર્શન –
૪) યોગ માર્ગદર્શન શિબિર –
૫) રોગીઓને રોગ પરત્વેના લાઈવ યોગ –
૬) દિન ચર્યા, ઋતુ ચર્યા અને સ્વસ્થ વૃત શિબિર, કોરોના વિરોધી જાગૃતિ અને પત્રિકા વિતરણ – તથા દિનચર્યા ઋતુચર્યા સ્વસ્થવૃત અંગે નું માર્ગદર્શન
૭) પ્રકૃતિ પરીક્ષણ –
૮) જૂના હઠીલા અને જીવન શૈલીથી થતાં રોગો જેવા કે હાઇપર ટેન્શન, ડાયાબિટીસ, સ્ત્રીરોગ સારવાર અને માર્ગદર્શન –
૯) જેરિયાટ્રિક સારવાર અને માર્ગદર્શન –
૧૦) અગ્નિકર્મ –
૧૧) રોગ પ્રતિરોધક ઉકાળાનું તથા સ્વાસ્થ્યપ્રદ જ્યુસ / પીણું એલોવેરા -આમળા -જીન્જર જ્યુસ વિતરણ

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે