પોરબંદર ડો. વી આર ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે 4 ગુજરાત નેવલ ncc માં જોડાવા માટે 200 થી પણ વધુ વિધાર્થીઓ 800 મીટર ની દોડ લગાવી હતી.
પોરબંદર ની ડો. વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે 4 ગુજરાત નેવલ ncc માં જોડાવા માટે 200 થી પણ વધુ વિધાર્થીઓ 800 મીટર ની દોડ લગાવી હતી. સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ ભરતી પ્રક્રિયાઓ માં NCC ના સર્ટિફિકેટના એક્સ્ટ્રા ગુણ આપવા માં આવે છે અને અગ્નિવિર જેવી ભરતી માં લેખિત પરીક્ષા માં છૂટછાટ આપવા માં આવી છે તેમજ ssc GD આર્મી ની એક્ઝામ માં 5 % ગુણ આપવા માં આવે છે આ સિવાય ગુજરાત પોલીસ ,ફોરેસ્ટ આર્મી નેવી એરફોર્સ વગેરે માં NCC નું C સર્ટિફિકેટ ખૂબ ઉપયોગી છે, તે માટે ડો વિ આર ગોઢાણીયા મહિલા કોલેજ માં અભ્યાસ ની સાથે ncc પણ દીકરીઓ ને કરાવવા માં આવે છે.
ડો વી આર ગોઢાણીયા મહિલા કોલેજ ની 5 દીકરીઓ SSC GD exam પાસ કરી આસામ રાયફલ, BSF, CISF અને અગ્નિવિર એરફોર્સ માં ફરજ બજાવે છે, અને asi ,psi, અને ફોરેસ્ટ માં પણ જોડાય છે
ડો. વી આર ગોઢાણીયા મહિલા કોલેજ માં એડમિશન લીધા બાદ દીકરીઓનું અભ્યાસ ની સાથે કેરિયર સેટ પણ કરવામાં આવે છે. જે આજ રોજ ncc ના સિલેક્સન માં આવેલ 200 થી પણ વધારે દીકરીઓ પરથી સાબિત થાય છે NCC ના સિલેક્સન મા 800 મીટર દોડ, પુસ અપ, સિટપ્સ, અને સ્કોડ, જેવી ફિઝિકલ ટેસ્ટ લેવા માં આવી હતી.
આ તકે 4 ગુજરાત નેવલ ncc યુનિટ ના pi staff સંદીપ કુમાર, અને અન્ય સ્ટાફ પણ હાજર હતા આ તમામ NCC સિલેક્સન ટેસ્ટ NCC ઑફિસર શાંતિબેન ભૂતિયા ના દેખરેખ માં કરવામાં આવી હતી, આટલી બહોળી સંખ્યા માં દીકરીઓ જોડાય એ માટે કોલેજ ના પ્રિન્સીપાલ કેતનભાઈ શાહ દ્વારા માર્ગદર્શન પુરુપાડવા માં આવ્યું હતું.





