પોરબંદર જિલ્લામાં જિલ્લા આરોગ્યની ટીમ દ્રારા સરાહનીય કામગીરી કરીને ઉતમ ફરજ બજાવી છે. આરોગ્ય કેન્દ્ર તથા વેકશીનેશન સેન્ટર સહિતના સ્થળોએ તથા ખાસ જુંબેશ હાથ ધરીને આરોગ્યની ૧૨૫ ટીમે અત્યાર સુધીમાં ૧૧ લાખ વધુ કોરોના પ્રતિરોધક રસીના ડોઝ આપ્યા છે.
પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનમાં તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતા દવેના સંકલનમાં પોરબંદર જિલ્લામાં ૧૨૫ થી વધુ આરોગ્ય સ્ટાફ કાર્યરત છે. આ સ્ટાફે વેકશીનેશન સેન્ટર,હાઉસ ટુ હાઉસ, વાડી વિસ્તાર,નેસ વિસ્તાર,ધેડ વિસ્તાર,બરડા વિસ્તાર શહેરી અને ગ્રામિણ વિસ્તારમાં સંસ્થાઓમાં શાળાઓમાં ઉધોગોમાં સહિત જુદી જુદી જગ્યાઓમાં ફરીને તથા આરોગ્ય કેન્દ્રો પર કોરોના પ્રતિરોધક રસી આપવાનું અભિયાન શરૂ કરાયું હતું. જેના ભાગ રૂપે અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં ૧૧ લાખ થી વધુ કોરોના પ્રતિરોધક રસીના ડોઝ મુકવામાં છે. જેમાં ૪.૮૭ લાખ થી વધુ લોકોએ કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ, ૪.૭૬ લોકોએ બીજો ડોઝ તથા ૧.૭૭ થી વધુ લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે. આમ પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા ઉતમ કામગીરી કરી કરવામાં આવી છે.
