Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જિલ્લામાં ૧૦ હજાર થી વધુ બાળકોને ધનુર અને ડિપ્થેરિયા રસી અપાઈ

પોરબંદર માં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ૧૦ હજાર થી વધુ બાળકો ને ધનુર અને ડીપ્થેરીયા ની રસી અપાઈ છે.

પોરબંદર જીલ્લા માં આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને ધનુર અને ડિપ્થેરિયારોગ સામે રક્ષણ મળે તે માટે સાર્વત્રિક રસીકરણ પ્રોગ્રામ તા. ૧ ઓગસ્ટથી શરૂ કરવામાં આવ્યો છે. અને એક મહિના અને સાત દિવસમાં ૧૦ હજાર ૫૦૦ થી વધુ બાળકોને ધનુરની સાથે સાથે ડિપ્થેરિયા રોગનીસામે રક્ષણ મળે તે માટે સાર્વત્રિક રસીકરણ હેઠળ આવરી લેવાયા છે.

આ અગાઉ ફક્ત ધનુરની રસી જબાળકોને આપવામાં આવતી હતી પણ હવે ધનુરની સાથે સાથે ડિપ્થેરિયાની રસી પણ મૂકવામાં આવે છે.સાર્વત્રિક રસીકરણ પ્રોગ્રામ હેઠળ ધોરણ ૫ અને ધોરણ ૧૦માં અભ્યાસ કરતા નિયત ૧૦ વર્ષ અને ૧૬ વર્ષનાબાળકોને રસીકરણ પ્રોગ્રામ હેઠળ ધનુર અને ડિપ્થેરિયા રસી અપાવી હતી. આ પ્રોગ્રામ હેઠળ શાળાએ જતા અને ન જતા બાળકોને ધનુર અને ડિપ્થેરિયા રસી આપવામાં આવે છે.જિલ્લાની જુદીજુદી આર.બી.એસ.કે. ટીમો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ આંગણવાડી અને અશાવર્કરો સાથે સંકલન કરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કવિતાબેન દવેના માર્ગદર્શન હેઠળ રસીકરણ કરવામાં આવ્યું હતું.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે