પોરબંદર ના મોકર ગામે અબોટી બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં વકતૃત્વ, નિબંધ અને સામાન્યજ્ઞાન સ્પર્ધામાં ૩૧૭ વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા અને વિજેતાઓને રોકડ પુરસ્કાર પણ અપાયા હતા.
અબોટી બ્રાહ્મણ જ્ઞાતિના ઉચ્ચ પ્રાથમિકથી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીનો વકતૃત્વ, નિબંધ અને સામાન્યજ્ઞાન સ્પર્ધાનો કાર્યક્રમ ટુકડીયા સમાજ મોકર ખાતે યોજવામાં આવેલ. જેમાં સામાન્ય જ્ઞાનમાં ૨૦૦, નિબંધમાં ૮૫ અને વકતૃત્વમાં ૩૨ વિદ્યાર્થીઓ મળી કુલ ૩૧૭ વિદ્યાર્થીઓ સહભાગી બનેલ. સ્પર્ધા-૧, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, કોલેજ તથા ખુલ્લો વિભાગ એમ ચાર વિભાગમાં યોજાયેલ. પ્રત્યેક સ્પર્ધાના પ્રત્યેક વિભાગના પ્રથમ ત્રણ વિજેતા અનુક્રમે ૧૦૦૦, ૭૫૦ અને ૫૦૦ એમ રોકડ ઇનામો અર્પણ કરવામાં આવેલ તથા સહભાગી તમામ વિદ્યાર્થીઓને ૨૦૦ પેજના ત્રણ ફૂલસ્કેપ ચોપડા એનાયત કરવામાં આવેલ. બપોરે વિદ્યાર્થીઓ, વાલીઓ અને અગ્રણીઓ માટે ભોજનનો પ્રબંધ કરવામાં આવેલ.
ઇનામ વિતરણ કાર્યક્રમ બપોરે યોજવામાં આવેલ જેમાં ટ્રસ્ટના પ્રમુખ, મેનેજીંગ ટ્રસ્ટી રમેશચંદ્ર એમ. ટુકડીયાએ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારનું પણ મહત્વ સમજાવેલ અને જીવનમાં ઉચ્ચ નૈતિક મુલ્યો કેળવવા શીખ આપેલ. આ તમામ કાર્યક્રમનું સંચાલન લાલજીભાઈ લગધીર તથા સંજય કોઠારીએ કરેલ. આ ઉપરાંત આ કાર્યક્રમને સફળ બનાવવા બીપીનભાઈ જાની, નયન અધ્યારુ તેમજ પ્રાથમિક શાળા મોકરના આચાર્ય રશ્મીબેન તથા ભાવિશાબેન તથા કાનજીભાઈ મોકરીયા, વેજાભાઈ શિયાણી તથા ભાવેશભાઈ જમરીયા, પીયુષભાઈ લાખાણા વગેરેએ અમુલ્ય યોગદાન આપેલ છે. પોરબંદર જિલ્લા, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કાનજીભાઈ વિરજીભાઈ જોષીએ પણ પ્રવચન આપ્યું હતું.