પોરબંદર માં ત્રણ બાઈક સવાર શખ્સો કોલેજીયન યુવતી ના હાથ માંથી મોબાઈલ ની ચીલઝડપ કરી નાસી ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ જામજોધપુર ના સતાપર ગામની વતની અને હાલ પોરબંદર ના ભોજેશ્વર પ્લોટ માં રહી ગોઢાણીયા કોલેજ માં અભ્યાસ કરતી ૧૯ વર્ષીય યુવતી એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ બપોરે તે ઘરે થી ચાલી ને ખાખ ચોક નજીક આવેલા જીમ માં જતી હતી. ત્યારે એસવીપી રોડ પર આવેલ મીઠાઈ ની દુકાન પાસે તેની ફ્રેન્ડ નો ફોન આવતા તે વાત કરી રહી હતી. તે દરમ્યાન એક ત્રિપલ સવારી માં આવેલ બાઈક ચાલકે તેનું બાઈક યુવતી ની નજીક લાવ્યું હતું.
અને બાઈક માં પાછળ બેઠેલા શખ્સે યુવતી નો ૨૫ હજાર ની કીમત નો મોબાઈલ ઝુંટવી ને આગળ ની ગલી માં નાસી ગયા હતા. બાઈક માં પાછળ નંબર પ્લેટ ન હતી. આથી યુવતી એ ચોર ચોર બુમો પાડતા અન્ય લોકો આવી પહોંચ્યા હતા. અને બાદ માં યુવતી એ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ટ્રાફિક થી ધમધમતા મુખ્ય માર્ગ પર મોબાઈલ ની ચીલઝડપ ની ઘટના ને પગલે કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.