પોરબંદર ના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ માં રહેતો ૧૫ વર્ષીય તરુણ શાળા એ અભ્યાસ કરવા ગયા બાદ ગુમ થતા તેનું અપહરણ થયા ની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જો કે બે દિવસ બાદ તરુણ વેરાવળ થી હેમખેમ મળી આવતા સૌએ રાહત નો શ્વાસ લીધો હતો.
સુરેન્દ્રનગરના ખેરવા ગામનો દેવ ગોવિંદભાઈ ભકોડીયા નામનો પંદર વર્ષીય બાળક અનાથ હોવાથી સાતેક માસ પૂર્વે પોરબંદરના સાંન્દિપનિ શ્રી હરી મંદિર ની સામે આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે રાખવામાં આવ્યો હતો. અને ચિલ્ડ્રન હોમ ના અધિકારી દ્વારા દેવ અભ્યાસ કરી સકે તે માટે દસેક દિવસ પહેલા બોખીરા પે સેન્ટર શાળામાં ધોરણ આઠમાં એડમીશન અપાવ્યું હતું. તા.12 જાન્યુઆરીના રોજ તે શાળા એ ગયા બાદ શાળા છૂટવાના સમયે ગુમ થયો હતો.
જે અંગે ઠેર ઠેર તપાસ કરતા પણ મળી ન આવતા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના સુપ્રીટેન્ડેન્ટ કમલેશ બામણીયાએ બાળકનું અપહરણ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે દેવ સોમનાથ હોવાનું જાણવા મળતા ચિલ્ડ્રન હોમ નો સ્ટાફ તુરંત ત્યાં દોડી ગયો હતો. કમલેશભાઈ એ જણાવ્યું હતું કે, દેવ શાળા છૂટ્યા બાદ રિક્ષામાં બેસી નરસંગ ટેકરી પહોંચ્યો હતો. અને ત્યાંથી રાણાવાવ પહોંચી ગયો હતો. ત્યાંથી પોરબંદર આવવા માટે તે ટ્રેનમાં બેઠો હતો પરંતુ ટ્રેન અમદાવાદ તરફ જતી હોવાથી તે દાહોદ ઉતરી ગયો હતો ત્યાંથી ટ્રેનમાં વેરાવળ પહોંચ્યો હતો અને ત્યાં દુકાનદારને પોરબંદરના વાહન અંગે પૂછતા દુકાનદારે દેવ નું નું સ્કૂલ બેગ તપાસતા તેમાં ડાયરી મળી આવી હતી. જેમાંથી નંબર લઈને ચિલ્ડ્રન હોમ ના સંચાલકો નો સંપર્ક કર્યો હતો. અને અને પોલીસને જાણ કરતા પોલીસે બાળકનો કબ્જો લીધો હતો.