પોરબંદર જીલ્લા ના પ્રભારી તથા પાણી પુરવઠા, સિંચાઇ તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોરબંદર જિલ્લાની મુલાકાત લીધી હતી.
પાણી પુરવઠા, સિંચાઇ તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી તથા પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી ભાઈ બાવળિયાએ પોરબંદર જિલ્લાની મુલાકાત લીધી હતી. પોરબંદર મુલાકાતે આવેલા મંત્રીશ્રી સૌ પ્રથમ કીર્તિ મંદિર ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તકે જિલ્લા કલેકટર અશોક શર્માએ ચરખો અને પુસ્તક અર્પણ કરીને મંત્રી નું સ્વાગત કર્યું હતું. આ તકે મંત્રી એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પોરબંદર જિલ્લા ના પ્રભારી મંત્રી તરીકે મારી પસંગી કરી એ બદલ મુખ્યમંત્રીનો આભારી છું તથા પૂજ્ય મહાત્મા ગાંધીજીના જિલ્લાના પ્રભારી મંત્રી થવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. આ તકે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારો આપણે જીવનમાં ઉતારી રાજ્ય અને દેશની પ્રગતિમાં યોગદાન આપતા રહીએ.
પોરબંદર જિલ્લા પ્રવાસે આવેલા પાણી પુરવઠા, સિંચાઇ અને અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કુંવરજી ભાઈ બાવળિયાનું પોરબંદર છાયામાં સમસ્ત કોળી સમાજ દ્વારા સન્માન કરાયું હતું.
છાયામાં આવેલ શ્રી લાખીમાં ચાવડા સભાખંડ (કોળી સમાજ) ખાતે કોળી સમાજના આગેવાનોએ પોરબંદરના પ્રભારી મંત્રી તથા કેબિનેટ મંત્રી કુંવરજી ભાઈ બાવળિયા ને ફૂલહાર તથા સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ તકે મંત્રીએ સમાજના તમામ આગેવાનો, વડીલો, યુવાનો, ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે લીલાભાઈ ડાકી, ગીગાભાઈ ચાવડા, નારણભાઈ વાઢિયા, બાબુભાઈ ચૌહાણ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પોરબંદર જિલ્લાના અધિકારીઓ સાથે જિલ્લાના વિકાસ કાર્યોની પ્રગતિ તેમજ પાણી અને જાહેર અન્ન વિતરણ વ્યવસ્થા સહિતની કામગીરીમાં જરૂરી માર્ગદર્શન આપી લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન રહે તે માટે અભ્યાસુ માર્ગદર્શન આપ્યું હતું.
પ્રભારી મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ જણાવ્યુંહતું કે પાણી સહિતના વિવિધ પ્રોજેક્ટ માટે પૂરતા નાણા ફાળવવામાં આવશે. જરૂરી મંજૂરીઓ મેળવીને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા ખાસ કરીને સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. જાહેર અન્ન વિતરણ વ્યવસ્થામાં સસ્તા અનાજની દુકાન ખાતેથી પૂરતા તોલ માપ સાથે લાભાર્થીઓને અનાજ મળે માટે પણ સૂચના આપી હતી.
કલેક્ટર અશોક શર્માએ જિલ્લામાં નાગરિકોની શુભ સુવિધા માટે હાથ ધરવામાં આવેલી કામગીરી તેમજ જરૂર પડે કરવામાં આવેલી કડક કાર્યવાહી ની પણ માહિતી આપી સરકારની ફલેગ શીપ યોજનાઓમાં પોરબંદર જિલ્લામાં કામોની પ્રગતિ અને લક્ષ્યાંકો અને આયોજનો ની રૂપરેખા પ્રેઝન્ટેશનથી રજૂ કરી મંત્રીએ પોરબંદર જિલ્લાની ટીમે વિઝન ૨૦૪૭ અંતર્ગત કરેલા આયોજનો ભાવિ રૂપરેખાઓ જરૂરિયાતો અને જિલ્લાના પ્રશ્નો અને તેના ઉકેલ માટે સરકાર સુધી કરવામાં આવેલા પ્રયાસો ની માહિતી આપી હતી .
પાણી પુરવઠા અને અન્ન અને નાગરિક પુરવઠા પુરવઠા મંત્રી તથા પોરબંદર જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી ભાઈ બાવળિયા એ પોરબંદર સ્થિત સિંચાઇ વિભાગનું કોસ્ટલ પ્રોટેક્શન વર્ક ટુ કોમબાટ સી ઇરોઝન ફ્રોમ ઇન્દ્રેશ્વર ટુ ખારવાવાડ ખાતે આવેલ વિકાસના કામનું નિરીક્ષણ કર્યું હતું. દરિયાના પાણીથી થતાં નુકશાનને અટકાવવા અને ચોપાટીની સુંદરતામાં વધારો કરવા માટે વોક વેની પ્રગતિ હેઠળની કામગીરીનું પણ નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.








