Tuesday, October 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

સોઢાણા ભોમીયાવદર રોડ પર હિટ એન્ડ રનમાં પરપ્રાંતીય મજૂરનું મોત

પોરબંદર ના ભોમીયાવદર ગામ નજીક પરપ્રાંતીય શ્રમિક ને અજાણ્યા વાહને હડફેટે લેતા સ્થળ પર જ મોત નીપજ્યું છે. જે મામલે મૃતક ના પિતા એ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદરના સોઢાણા થી ભોમિયાવદર તરફ જતા રસ્તે સ્મશાન નજીક વહેલી સવારે અજાણ્યા યુવાનનો મૃતદેહ ઈજાગ્રસ્ત હાલતમાં શંકાસ્પદ સંજોગો માં મળી આવતા સ્થાનિકો એ આ અંગે બગવદર પોલીસ ને જાણ કરી હતી. આથી પોલીસે સ્થળ પર દોડી જઈ મૃતદેહ ને પીએમ અર્થે અડવાણા લઈ જવાયો હતો. ત્યાર બાદ પોલીસે મૃતક ની ઓળખ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. અને સોશ્યલ મીડિયા મારફત ઓળખ મેળવવા પ્રયત્ન હાથ ધરતા મૃતક મૂળ મધ્યપ્રદેશ અને હાલ ભોમીયાવદર ગામે રહી અને ખેતમજુરી કરતા સુલતાન પીન્ટુ ચૌહાણ(ઉવ ૨૦)નો હોવાનું સામે આવ્યું હતું.

અને ગત રાત્રી દરમ્યાન તે પગપાળા પસાર થઇ રહ્યો હતો. ત્યારે અજાણ્યા વાહને તેને હડફેટે લઇ મોત નીપજાવ્યું હોવાનુ પણ પોલીસ ની પ્રાથમિક તપાસ માં સામે આવ્યું હતું. આથી પોલીસે મૃતક ના પિતા પીન્ટુ ને ફરીયાદી બનાવી અજાણ્યા વાહન ચાલક સામે તેના પુત્ર ને હડફેટે લઇ મોત નીપજાવવા અંગે પોલીસ ફરિયાદ નોંધી વાહન ચાલક ની શોધખોળ હાથ ધરી છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે