Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા સર્વજ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટેનો માર્ગદર્શક સેમિનાર યોજાયો

પોરબંદર ખાતે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સેલ દ્વારા સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે આગામી સમયમાં યોજાનારી સ્પર્ધાત્મક પરિક્ષાના માર્ગદર્શનના ભાગરૂપે તા.૦૫/૦૧/૨૦૨૩ના રોજ શ્રી મહેર વિદ્યાર્થી ભવન પોરબંદર ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું.

પૂજ્ય માલદેવ બાપુના ચરણોમાં વંદન કરી સેમિનારની શુભ શરૂઆત કરવામાં આવી હતી જેમાં યુવા સમિતિના કન્વીનર હમીરભાઈ ખીસ્તરીયાએ સંસ્થાના પ્રમુખ વીમલજીભાઈ ઓડેદરા ઉપપ્રમુખઓ તેમજ સેમિનારના તજજ્ઞ દેવશીભાઈ મોઢવાડિયા, સરમણભાઈ બાપોદરા, તેમજ રાણાભાઇ ઓડેદરાનું શબ્દોથી સ્વાગત કરેલ હતું.

આ તકે સંસ્થાના પ્રમુખ વીમલજીભાઈ ઓડેદરાએ પોતાના વક્તવ્યમાં જણાવેલું કે કોઈ પણ અસફળતાની પાછળ મહંદઅંશે કાલ્પનિક ભય સમાયેલો હોય છે. આવા સમયે યોગ્ય તૈયારી સાથે યોગ્ય માર્ગદર્શન મળી રહે એવા શુભ આશયથી આજના આ સેમિનારનું આયોજન સંસ્થાની યુવા સમિતિ દ્વારા કરવામાં આવેલું છે તેમજ હાલ સંસ્થા દ્વારા રાજકોટની પ્રખ્યાત એકેડેમી દ્વારા મહેર વિદ્યાર્થી ભવન ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે જીપીએસસી ની વિવિધ પરીક્ષાના ફાઉન્ડેશન કલાસીસ દર શનિ-રવિના રોજ શ્રી મહેર વિદ્યાર્થી ભવન પોરબંદર ખાતે ચલાવવામાં આવી રહ્યા છે. આ કલાસીસનો વધુમાં વધુ લાભ લેવા વિદ્યાર્થીઓને આહ્રાન કરેલ તેમજ જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈઓ માટે પોરબંદર મહેર વિદ્યાર્થી ભવનમાં ફક્ત જમવાના ખર્ચ સાથે રહેવા-જમવા એમ બનેની સુવિધા આપવામાં આવી રહી છે જેનો જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈઓને લાભ લેવા જણાવેલ.

અંતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તેમજ આ પરીક્ષા આપવામાં જ્ઞાતિના વિદ્યાર્થીઓ વધુમાં વધુ ભાગ લે અને શ્રેષ્ઠ ભવિષ્યનું ઘડતર કરે એવી શુભકામના પાઠવી હતી.

સ્પર્ધાત્મક પરીક્ષામા સજ્જ થયેલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા પહેલા તેમજ પરીક્ષા દરમ્યાન કાલ્પનિક ભય અનુભવતા હોય છે આ કાલ્પનિક ભયને દુર કરવાની સાથે પેપરને કેટલું સહેલું કરી શકાય અને પેપરમાં પૂછવામાં આવેલા પ્રશ્નોને કઈ રીતે સમજી શકાય તે માટે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું.

સેમિનારના અંતે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરીનું પણ આયોજન કરી વિદ્યાર્થીઓના મુજાવતા પ્રશ્નોનું તેમની હાજરીમાં નિરાકરણ આપવામાં આવેલ હતું. આ સેમિનારમાં તજજ્ઞ તરીકે સેવા બજાવેલ જ્ઞાતિના ભાઈઓને મોમેન્ટો રૂપી સન્‍માન કરવામાં આવેલ હતું. તેમજ આ તકે જ્ઞાતિના વ્હિલચેર ક્રિકેટર ભીમભાઈ ખુંટી ખાસ ઉપસ્થિત રહયા હતા યુવા સમિતિ દ્વારા મોમેન્ટો આપી સન્‍માનિત કર્યા હતા. આ ઉપરાંત મહિલા અને બાળ વિભાગનામાંથી દિલીપભાઈ પરમાર તથા પરમાર ઈંગ્લીશ કલાસીસના સંચાલક પણ હાજર રહયા હતા

સેમિનારની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા તથા ઉપપ્રમુખઓ બચુભાઈ આંત્રોલીયા, આલાભાઈ ઓડેદરા, લાખાભાઈ કેશવાલા,
નવઘણભાઈ બી. મોઢવાડિયા, અરજનભાઈ બાપોદરા, કારાભાઈ કેશવાલા હાજર રહ્યા હતા.આ સેમિનારના સફળ આયોજન માટે હમીરભાઈ ખીસ્તરીયા, રાણાભાઇ
ઓડેદરા, બચુભાઈ આંત્રોલીયા, જીતેન્દ્રભાઈ વદર એ ખાસ જહેમત ઉઠાવી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે