પોરબંદર માં મહેર શિરોમણી પુજય માલદેવ રાણા કેશવાલાની ૫૮ મી પુણ્યતિથિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ તેમજ ભાવાંજલિ અર્પવાનો એક કાર્યક્રમ સમસ્ત મહેર સમાજ દ્વારા યોજાયો હતો.
સંત શિરોમણી પુજય માલદેવ રાણા કેશવાલાની ૫૮ મી પુણ્યતિથિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ તેમજ ભાવાંજલિ અર્પવાનો એક કાર્યક્રમ સમસ્ત મહેર સમાજ દ્વારા યોજાયો હતો,આ નિમિત્તે મહારેલી સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું,મહેર સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકાસના પ્રેરણા સ્ત્રોત પૂજ્ય માલદેવ રાણા કેશવાલા એટલે કે પૂજ્ય માલદેવ બાપુએ કરેલા જ્ઞાતિ વિકાસના કાર્યોને યાદ કરી તેમની ૫૮ મી પુણ્યતિથિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ સાથે ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં ખાસ તેમના પૈતૃક ગામ વિસાવાડા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું સાથે પૂજ્ય બાપુની કર્મભૂમિ એવા ઝુંડાળા મહેર સમાજ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી,ત્યારબાદ પોરબંદરના ગૌરવપથ એવા હરીશ ટોકીઝ ચાર રસ્તા ખાતે આવેલ પૂજ્ય માલદેવ બાપુની પ્રતિમાને પણ પૂજ્ય માલદેવ બાપુના પરિવારજનો, આગેવાનો તેમજ જ્ઞાતિજનોની બહોળી ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
પુજય માલદેવ બાપુએ શિક્ષણ અને સામાજિક વિકાસ સાથે જ્ઞાતિ સંગઠન ઉપર પણ ભાર મુકીને જ્ઞાતિમાં એકતા અને અખંડિતતા વધે તે માટે આહવાન કર્યું હતું,જેના ભાગરૂપે પોરબંદર થી બોખીરા, દેગામ, બાબડા, ભારવાડા, બગવદર, કિંદરખેડા, મોઢવાડા, હાથિયાણી થઈને વિસાવાડા ખાતે ખોડીયાર માતાજીના મંદિર પરિસરમાં પહોંચેલી મહારેલીમાં પરંપરાગત પહેરવેશમાં સજ્જ જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ મહારેલીમાં રૂટ પર આવતા દરેક ગામ ખાતે સ્થાનિક ગ્રામજનો દ્વારા પુજય માલદેવ બાપુને પુષ્પ અર્પણ કરી જય જયકારના નાદ સાથે પૂજ્ય બાપુને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
વિસાવાડા ગામ ખાતે શ્રી ખોડીયાર માતાજી મંદિર સેવા સમિતિ તથા સમસ્ત વિસાવાડા રાતડી અને કેશવ ગામના સંયુક્ત ઉપક્રમે શ્રીમદ ભગવત સપ્તાહમાં રામજન્મ તેમજ કૃષ્ણજન્મના પાવન ઉજવણીના પ્રસંગે પૂજ્ય માલદેવબાપુની પુણ્યતિથિ નિમિત્તે શ્રી ખોડીયાર માતાજી મંદિર ખાતે ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવેલું હતું જેમાં મંદિરના પટાંગણમાં મહેર જ્ઞાતિના કલાકારો દ્વારા સુર અને તાલ સાથે વિશ્વવિખ્યાત મણીયારો રાસ તેમજ બહેનોના રાસડા રમવામાં આવેલા હતા.
આ ભાવાંજલિ કાર્યક્રમની શરૂઆતમાં પૂજ્ય માલદેવ બાપુની સુક્ષ્મ હાજરીમાં જ્ઞાતિ આગેવાનો તેમજ વડીલો દ્વારા દીપ પ્રજવલિત કરી પૂજ્ય માલદેવ બાપુના જ્ઞાતિ વિકાસના કાર્યોને યાદ કરી ભાવાંજલિ અર્પણ કરી હતી. તેમજ મહેર શક્તિ સેનાના પ્રવક્તા રાણાભાઇ ઓડેદરા દ્વારા હાજર ઉપસ્થિત જ્ઞાતિજનોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવેલ હતું. આ તકે ગ્રામીણ સ્વ રોજગારી યોજના હેઠળ એસ.બી.આઈ. બેંકના સૌજન્યથી મેનેજર મીણા તેમજ કો-ઓર્ડીનેટર કુલદીપસિંહ વાઢેર સહિતના સ્ટાફે હાજર રહી સરકારની આ યોજના વિશે માર્ગદર્શન પૂરું પડેલ હતું.
આ તકે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં પૂજ્ય માલદેવબાપુને યાદ કરી પૂજ્ય માલદેવ બાપુના જ્ઞાતિવિકાસના કાર્યોની ઝાંખી રજુ કરી હતી તેમજ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ સંસ્થા દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃતિ તેમજ કામગીરીની માહિતી આપી હતી. જેમાં સંસ્થાના મુખ્ય ઉદેશ જ્ઞાતિ ના શૈક્ષણીક વિકાસને મહત્વ આપેલ તેમજ સંસ્થાની અન્ય કામગીરીનું સંકલન રજુ કર્યું હતું. સાથે સાથે સમાજની અન્ય સંસ્થાઓ શ્રી મહેર શક્તિ સેના, શ્રી બરડા વિકાસ સમિતિ, શ્રી ઘેડ સામાજિક વિકાસ સમિતિ, શ્રી મહેર હિત રક્ષક સમિતિ તેમજ શ્રી માં લીરબાઇ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવતા જ્ઞાતિ વિકાસ તેમજ જ્ઞાતિ ઉપયોગી કાર્યોને માહિતીઓ જ્ઞાતિજનોને આપી હતી.
કાર્યક્રમના અંતે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના મહામંત્રી બચુભાઈ આંત્રોલીયા દ્વારા આભારદર્શનમાં આ ભાવાંજલિ કાર્યક્રમના સફળ આયોજનમાં જોડાયેલા તમામ ભાઈ-બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ શ્રી ખોડીયાર માતાજી મંદિર સેવા સમિતિ, સમસ્ત વિસાવાડા, કેશવ અને રાતડી ગામના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. પુજય માલદેવ બાપુના વિસાવાડા ખાતેના ભાવાંજલિ કાર્યક્રમ તેમજ સમૂહ ભોજનની સુંદર વ્યવસ્થા શ્રી ખોડીયાર માતાજી મંદિર સેવા સમિતિ તેમજ સમસ્ત વિસાવાડા, રાતડી અને કેશવ ગામના કાર્યકર્તા ભાઈઓના સાથ સહકારથી કરવામાં આવી હતી.
પોરબંદર તેમજ વિસાવાડા ખાતે યોજાયેલા આ ભાવાંજલિ કાર્યક્રમમાં પુજય માલદેવબાપુના પરિવારમાંથી રણજીતભાઈ કેશવાલા,શાંતાબેનઓડેદરા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, ડો.વિરમભાઈ ગોઢાણીયા, ભરતભાઈ માલદેવજીભાઈ ઓડેદરા,રામદેવભાઈ મોઢવાડિયા, હીરલબા જાડેજા, ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા, મહામંત્રી બચુભાઈ આંત્રોલીયા,ઉપપ્રમુખો લાખાભાઈ કેશવાલા, નવઘણભાઈ મોઢવાડિયા, અરજનભાઈ ખીસ્તરીયા, કારાભાઈ કેશવાલા, રામાભાઈ ઓડેદરા, અરશીભાઇ ખુંટી, કોષાધ્યક્ષ આલાભાઇ ઓડેદરા, મહેર શક્તિ સેનાના પ્રમુખ કરસનભાઈ ઓડેદરા, ઉપપ્રમુખ પરબતભાઈ કડેગીયા, બરડા વિકાસ સમિતિના પ્રમુખ ભીમભાઈ સુંડાવદરા,ઉપપ્રમુખો આવડાભાઈ ઓડેદરા, લાખણશીભાઈ ગોરાણીયા, ઘેડ સામાજિકવિકાસ સમિતિના પ્રમુખ લીલાભાઈ પરમાર, મહેર હિતરક્ષક સમિતિનાદેવદાસભાઈ ઓડેદરા, માં લીરબાઇ યુવા ગ્રુપના ભુરાભાઈ પરમાર, રાજકોટ સીટી કાઉન્સિલના ઉપપ્રમુખ ડો. લીલાભાઈ કડછા, અરજણભાઈ કેશવાલા તેમજ રમેશભાઈ ઓડેદરા, વિરમભાઇ કારાવદરા, હાથીયાભાઈ ખુંટી, વિક્રમભાઈ ઓડેદરા,ભીમભાઈ ઓડેદરા, પરબતભાઈ ઓડેદરા, અરજણભાઈ બાપોદરા, દેવાભાઈ ભૂતિયા, રાયદેભાઈ મોઢવાડિયા, દેવાભાઈ ઓડેદરા, ખીમાભાઈ રાણાવાયા,લખુભાઈ ઓડેદરા, જયેન્દ્રભાઈ ખુંટી, ભોજાભાઈ આગઠ, હમીરભાઈ ખીસ્તરીયા,રાણાભાઇ સીડા, મસરીજીભાઈ ઓડેદરા, દેવાભાઈ પરમાર, ડો ભરતભાઈ ગઢવી, વિદેશથી પધારેલા ભીમભાઈ ખુંટી, શૈલેશભાઈ ઓડેદરા, ગજરાજભાઈ રાણાવાયા, સ્મિતાબેન ઓડેદરા તેમજ મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખ રમાબેન ભૂતિયા તેમજ સાથી બહેનો તથા મહેર શક્તિ સેના મહિલા મંડળના મંજુલાબેન બાપોદરા તેમજ સાથી બહેનો સહિતના બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સ્ટેજ સંચાલન શ્રી મહેર શક્તિ સેનાના પ્રવક્તા રાણાભાઇ ઓડેદરા તેમજ શ્રી ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલના પ્રવક્તા પોપટભાઈ ખુંટી દ્વારા કરવામાં આવ્યું હતું. મહેર સમાજની વિવિધ સંસ્થાઓ તેમજ સીટી કાઉન્સિલના સાથ સહકારથી આ ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.