પોરબંદર માં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ આચરનાર પરણિત શખ્સ ને કોર્ટે આજીવન કેદ ની સજા અને અડધા લાખ નો દંડ ફટકાર્યો છે.
પોરબંદર માં રહેતા મનીષ ભીમાભાઈ ઉર્ફ સુમનભાઈ ડોડીયા નામના શખ્સે ગત તા.૦૯/૧૨/૨૦૨૩ના રોજ સગીરા પોતાના ઘરે એકલી હતી,સગીરા ની માતા કામે ગયા હતા ત્યારે તેની અગાસી ઉપર કબુતર લેવા જવાનું કહી મકાનમાં અંદર પ્રવેશ કરી સગીરા ફળીયામાં ઘરકામ કરતી હતી. ત્યારે તે સગીર વયની તથા માનસીક રીતે બીમાર હોવાનું જાણતો હોવા છતાં પણ એકલતાનો લાભ લઈ હાથ પકડી મકાનની ઓરડીમાં લઈ જઈ ભોગબનનાર સાથે બળજબરીથી બે વખત શરીર સંબંધ બાંધ્યો હતો. ગભરાયેલી સગીરા એ સાંજે બનાવ અંગે તેની માતા ને જાણ કરતા માતા એ મનીષ વિરૂધ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે કેસ કોર્ટ માં ચાલી જતા પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દવારા ૩૩ દસ્તાવેજી પુરાવાઓ તથા ૯ સાહેદો તપાસવામાં આવ્યા હતા.
એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે.એ.પઠાણ દવારા બન્ને પક્ષ ની દલીલ અને દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ મનીષ ને આજીવન કેદની સખત કેદની એટલે કે કુદરતી મૃત્યુ ન થાય ત્યાં સુધી સખત કેદની સજા તથા રૂ.૫૦,૦૦૦/- દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. આરોપી મનીષ પરિણીત હોવાનું તથા તેને સંતાન માં ૪ વર્ષ નો પુત્ર હોવાનું જાણવા મળે છે.