પોરબંદર જીલ્લા શિક્ષણાધિકારી કચેરી માં અનેક મહત્વની જગ્યાઓ ખાલી હોવાથી વહેલીતકે ભરવામાં આવે તેવી જીલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરાઈ છે.
પોરબંદર જીલ્લા શાળા સંચાલક મંડળ ના મહામંત્રી કરશનભાઈ મોઢા એ શિક્ષણ વિભાગ ના અગ્ર સચિવ સહીત ઉચ્ચ કક્ષા એ કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે જીલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં હાલમાં ૧- જુનિયર તથા ૩- સિનિયર ક્લાર્ક, ૧ વર્ગ-૨ ના વહીવટી અધિકારી તેમજ, ૧ વર્ગ-૧ ના અધિકારીની જગ્યાઓ ભરાયેલ છે. અને મંજુર થયેલ મહેકમ મુજબ ૨ જુનિયર ક્લાર્ક, ૨ ઈ.આઈ વર્ગ-૨ ની જગ્યાઓ ઘણા લાંબા સમય ભરાયેલ ના હોવાથી પોરબંદર જીલ્લામાં અત્યારે ર૬ સરકારી મા.અને ઉ.મા.શાળાઓ+૩૯ ગ્રાન્ટેડ માં ઉમા. શાળાઓ, ૫૫ સ્વનિર્ભર માં અને ઉ.મા. શાળાઓ મળી ૧૨૦ કુલ શાળાઓ નોંધાયેલ છે.
તેમજ હાલમાં સરકાર જુદી-જુદી યોજનાઓની અમવાલવારી સમય મર્યાદા મા પૂર્ણ કરવાની હોય તેમજ મહેકમ ઘટના કારણે કામનું ભારણ કચેરીમાં વધુ હોવાના કારણે નોંધાયેલ શાળાઓના, વિધાર્થીઓ, વાલીઓ તેમજ અરજદારોના કામના નિકાલ સમયસર થતો નથી આથી નોંધાયેલ શાળાઓની સંખ્યાને ધ્યાને લઈ, ૧-મુખ્યકારકૂન ૩- જુનિયરકારકૂન અને ૩- સિનિયરકારકૂન નું મહેકમ વધારવામાં આવે તો આ જીલ્લાના શિક્ષણના હિતમાં આવશ્યક છે.
વધુ માં જણાવ્યું છે કે આ કચેરીમાં નિમણુંક થયેલ વર્ગ-૧ ના અધિકારીને સરકાર દ્વારા ડી.પી.ઓ કચેરી તેમને સંલગ્ન એસ.એસ.એ. કચેરીનો પણ યાર્જ આપેલ હોવાથી ડી.પી.ઓ કચેરીમાં પણ ફક્ત-૧ કલાર્કની જગ્યા ભરાયેલી છે. અને બાકી નું મહેકમ ની ખાલી જગ્યાઓ ઉપર કામગીરી ફેરફારથી બિન વહીવટી અનુભવી પ્રાથમિક શિક્ષકોને કામચલાઉ નિયુક્તિ કરવાથી જે તે શાળાના શિક્ષણકાર્ય પર પણ વિપરીત અસર પડશે. તથા સરકારના પોરબંદર એસ.એસ.એ. એકમમાં તમામ કર્મચારીઓ કરાર આધારિત નિમણુંક થયેલા હોવાથી વર્ગ-૧ના અધિકારી ની ઓફિસ અવર્સ દરમ્યાન સતત મોનેટરીંગ સાથે હાજર રહેવું અનિવાર્ય હોવાથી તેમની નિમણૂકની કચેરીમાં સતત અને નિયમિત સમય ફાળવી શકતા નથી. આથી જીલ્લામાં નોંધાયેલ ૧૨૦ મા. અને ઉ.મા શાળાના પ્રશ્નો કે વિવાદ બાબતે રૂબસ રજૂઆત માટે જવાબદાર વ્યક્તિની મુલાકાત થતી ના હોવાથી સમયસર પ્રશ્નો કે વિવાદ નો નિકાલ થતો નથી.
ગુજરાતમાં પોરબંદર જીલ્લા જેવા અન્ય નાના જીલ્લાઓમાં પણ ડી.ઈ.ઓ અને ડી.પી.ઓની જગ્યાઓ ભરાયેલ છે. તો આ જીલ્લાને અન્યાય કેમ? તાજેતરમાં શિક્ષણ ખાતા દ્વારા બઢતી – બદલીઓમાં સ્વ વિનંતીથી મોટા ભાગના કર્મચારીઓ ઉચ્ચ શિક્ષણ આપતી સરકારી શૈક્ષણિક સંસ્થાઓ કોલેજ અને તાલીમ ભવનોમાં માધ્યમિક શિક્ષણના નિયંત્રણ હેઠળના કર્મચારી ઓને મૂળભૂત શિક્ષણના ભોગે નહિવત કામના ભારણ વળી જગ્યાએ બદલીઓ કરવામાં આવેલ છે. તો સરકારના હિતમાં પાયાના શિક્ષણનું નિયંત્રણ કરતી કચેરીઓમાં મહેકમ ખાલી હોવા છતાં પણ થયેલ નહિ. કેમકે પોરબંદર જિલ્લામાં ૨૬ – જુનિયર કારકુન નું મેહુકમ મંજુર થયેલ છે. તેમાં ૨૫ જગ્યાઓ હાલમાં ખાલી હોય ડી.ઈ.ઓ. કે ડી.પી.ઓ કચેરીમાં કામગીરી ફેરફાર કરી શકાય તેમ ના હોય આ જીલ્લ્લાની કે બોર્ડરના જિલ્લાની તાલીમભવનમાંથી કર્મચારીના મૂળ પગારમાં જ્યાં સુધી જુનિયર કારકુનની નિયમિત નિમણુંક થાય નહિ ત્યાં સુધી કામગીરી ફેરફાર કે કામચલાઉ નિમણુંક આપવામાં તે આ જિલ્લાના શિક્ષણ જગત અનિવાર્ય છે. જેથી આ રજુઆતને પ્રાધાન્ય આપી મહેકમ મુજબની ખાલી જગ્યાઓ તેમજ વધારાનું મેહુકમ મંજુર કરવા યોગ્ય કાર્યવાહી કરવા અને કરાવવા વિનંતી કરી છે.