Thursday, December 5, 2024

|| तुम रक्षक काहू को डरना ||

બગવદર પંથકમાં સગીરાને ભગાડી જનાર શખ્શ ને વીસ વર્ષની અને તેની માતાને પાંચ વર્ષની સજા

બગવદર પંથકની સગીરાને લલચાવી-ફોસલાવી બદકામ કરવાને ઈરાદે એક શખ્શ ભગાડી ગયો ત્યારે તેની માતા પણ તેની પાછળ બાઈકમાં સાથે જ મદદગારી કરવા માટે બેસી ગઈ હતી તેથી પોરબંદર કોર્ટે નોંધપાત્ર ચુકાદો આપીને અપહરણ કરનાર શખ્સ ને વીસ વર્ષની અને તેનીમાતાને પાંચ વર્ષની સજા ફટકારી છે.

હાલના આ આધુનિક જમાનામાં નાની ઉમરના છોકરા-છોકરીઓ મોબાઇલ વાપરતા હોય અને પછી સોશિયલ મિડિયાના માધ્યમથી એકબીજાના પરિચયમાં આવ્યા બાદ લગ્નની ઉંમર ન હોવાછતાં અને એકબીજા વિષે પુરતી માહિતી પણ ન હોવાછતાં ઘરના સભ્યોને ખબર પડી જાય પછી ભવિષ્યનો વિચાર કર્યા વગર સગીર દિકરીઓને ભગાડી જવાના કિસ્સાઓ દિવસે દિવસે વધતા જાય છે. અને આ અંગે સુપ્રિમ કોર્ટ દ્વારા પણ આવા કિસ્સાઓમાં ઝડપી અને દાખલારૂપ કાર્યવાહી કરવા માટે અનેક જજમેન્ટો આપેલા હોય, અને તે રીતે બગવદર પંથકનાફરીયાદીએ એવા મતલબની ફરીયાદ લખાવેલી હતી કે, પોતાની સગીરવયની દિકરીને તા. ૧૦.૮.૨૦૧૯ ના રોજ કરણ વિનુભાઈ પરમાર નામનો વ્યકિત ભોળવી ફોસલાવી લઈ ગયેલ હોવાની ફરીયાદ કરતા પોલીસ દ્વારા તપાસને અંતે કરણની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતો અને પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ કરણને ભગાડી જવામાં તેના માતા-પિતાની પણ સંડોવણી હોય અને તેથી પોલીસે તેની પણ ઘરપકડ કરી તેને જેલ હવાલે કરેલા હતા.

આ અન્વયે પોરબંદરની પોકસો કોર્ટના એડીશનલ ડિસ્ટ્રીકટ જજ પઠાણની કોર્ટમાં કેસ ચાલી જતા અને રેકર્ડ ઉપરના પુરાવાઓ મુજબ ભોગ બનનારની ઉંમર ૧૬ વર્ષ ની જ હોય અને ફરીયાદપક્ષે પોરબંદરના એડવોકેટ ભરતભાઈ લાખાણી તથા સરકારપક્ષે જિલ્લા સરકારી વકિલ સુધીરસિંહ જેઠવા રોકાયેલા હોય અને તેઓએ કરેલ દલીલ મુજબ ભોગ બનનારની જુબાની કોર્ટે લીધેલી હોય અને જુબાનીમાં ભોગ બનનાર સગીરે સ્પષ્ટ રીતે આરોપી દ્વારા તેને લલચાવી ફોસલાવી ભગાડી ગયેલ હોવાનુ અને તેની ઇચ્છા-મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધેલ હોય અને આરોપીએ સગીરને ભોળવી ફોસલાવી તેની પાસેથી અલગ અલગ સમયે પૈસા પણ પડાવેલા હોય અને ધમકી આપીને સાચા સોનાની માળા તથા વીટી પણ લઇ લીધેલા હોય અને જો તેની સાથે ન ભાગે તો કરણે સગા ભાઈને મારી નાખવાની ધમકી આપેલી હોય અને મોટરસાઈકલમાં કરણ ચલાવતો હોય સગીરને વચ્ચે બેસાડી કરણની માતા મધુબેન વિનોદ ઉર્ફે વીનુ મકવાણા પાછળ બેસી ગયેલા હોય અને તે રીતે સ્ક્રુટરમાં સગીરાને ભગાડી ગયા હોય તેવુ રેકર્ડ ઉપર પુરવાર કરતા અને તેથી પોકસો કોર્ટ દ્વારા આરોપી કરણને ૨૦ વર્ષની સજા તથા તેની માતા મઘુબેન કે જે સગીરને લલચાવી ફોસલાવી ભગાડી જવામાં મદદ કરેલી હોય તેને ૫ વર્ષની સજા કરેલ છે.

સગીર સંતાનોને પ્રોત્સાહન આપતા માં-બાપ માટે આ ચેતવણીરૂપ ચુકાદો છે અને પુત્રમોહમાં તેની ખોટી પ્રવૃતિને પ્રોત્સાહન આપવાને કારણે માતાને પણ જેલમાં જવાનો વારો આવેલ છે અને તે રીતે આ ચુકાદો સમાજને માટે ચેતવણીરૂપ ચુકાદો છે. આ કામમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકિલ સુધીરસિંહ જેઠવા તથા ફરીયાદપક્ષ તરફે એડવોકેટ ભરતભાઈ લાખાણી તથા નવધણભાઈ જાડેજા રોકાયેલા હતા.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે