પોરબંદર માં ચેક રીટર્ન ના કેસ માં કોર્ટે એક મહત્વ નો ચુકાદો આપ્યો છે જેમાં ઉધાર સોપારી લીધા પૈસા ન ચુકવનાર શખ્સ ને કોર્ટે એક વર્ષ ની સજા ફટકારી છે.
પોરબંદર માં સોપારી ના એક વેપારી એ મૂળ ભોમીયાવદર ના અને હાલ દેગામ ગામ ના વાડી વિસ્તાર માં રહેતા અરજણ કારા ઓડેદરા નામનો શખ્સ અગાઉ બોખીરા વિસ્તાર માં મઢુલી પાન નામ ની દુકાન ધરાવતો હતો. ત્યારે શહેર ના એક વેપારી પાસે થી તેણે ઉધાર માં રૂપિયા ૧૫ લાખ ની સોપારી લીધી હતી અને સામે લખાણ તેમજ ચેક પણ આપ્યો હતો. ત્યારે વેપારી એ પૈસા માટે આ ચેક બેંક માં નાખતા ચેક રીટર્ન થયો હતો.
ત્યાર બાદ પણ આ સજ્જન વેપારી એ વારંવાર પોતાના હક ના પૈસા ની ઉઘરાણી કરી હતી છતાં પણ આ શખ્સે પૈસા ના ચુકવતા અંતે વેપારી ને કોર્ટ નું શરણું લેવું પડ્યું હતું જેમાં આ ચેક રીટર્ન નો કેસ ચાલી જતા એડીશનલ સિવિલ કોર્ટે આરોપી અરજણ કારા ઓડેદરા નામ ના શખ્સ ને એક વર્ષ ની કેદ તેમજ વેપારી ને રૂપિયા ૩૦ લાખ ચુકવવા આદેશ કર્યો છે અને જો રકમ ન ચુકવે તો વધુ ૩ માસ ની સજા ફટકારતો હુકમ કર્યો છે.