ઓડદર ગામે સગીરા પર જાતીય હુમલો કરનાર શખ્સ ને કોર્ટે ૩ વર્ષ ની સખ્ત કેદ ની સજા ફટકારી છે.
પોરબંદર ના ઓડદર ગામે રામાપીર ના મંદિર પાસે રહેતો હિતેશ ઉર્ફે હિતો દેવશી ચાંચીયા એ ગત તા-૧૭/૯/૨૨ ના રોજ સગીરા તેના ઘર પાસે ડેલીએ એકલી ઉભી હતી ત્યારે તેને બાથમા લઈ ચુંબન કરી છાતીના ભાગે સ્તન દબાવી જાતીય હુમલો કર્યો હતો જે અંગે સગીરા ના વાલી દ્વારા હાર્બર મરીન પોલીસ મથક માં પોક્સો એક્ટ ની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જે કેસ કોર્ટ માં ચાલી જતા પ્રોસીકયુશન તરફ પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી.જેઠવા દ્વારા ૧૬ દસ્તાવેજી પુરાવાઓ તથા ૧૬ સાહેદો તપાસવામાં આવ્યા હતા અને સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી. જે અનુસંધાને એડી.ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે.એ.પઠાણ દવારા હીતેશ ને તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સખત કેદીની સજા તથા રુ.૧૪,૦૦૦ નો દંડ ફરમાવતો હુકમ કર્યો છે.