Tuesday, August 19, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં આઇપિએલ ના મેચ પર સટ્ટો રમતા શખ્સ ની ધરપકડ:અન્ય બે શખ્સો ના નામ ખુલ્યા

પોરબંદર માં આઈપીએલ ના મેચ પર સટ્ટો રમતા શખ્સ ની ધરપકડ કરાઈ છે. એલસીબી એ અડધા લાખ નો મુદામાલ પણ કબ્જે કર્યો છે.

 પોરબંદર એલ.સી.બી.ના  ઇન્ચાર્જ પી આઈ  આર. કે. કાંબરીયા તથા સ્ટાફ પેટ્રોલિંગ માં હતો. તે દરમ્યાન બાતમી ના આધારે પાંજરાપોળ રોડ રામમંદિર નજીક મધુરમ પાન પાસે જીગર ભરતભાઈ લોઢારી (ઉ.વ.૨૩ રહે. ખારવાવાડ વાંદરીચોક ભુવાવારી ગલીમાં)નામના શખ્સ ને આઈ.પી.એલ ટુર્નામેન્ટના ગુજરાત ટાઇટન્સ તથા પંજાબ સુપર કિંગ્સની ટીમોના ક્રિકેટમેચ ઉપર પોતાના મોબાઇલ ફોનમાં વેબસાઇટ ઉપરની આઈ.ડી.માં તથા લાઇનના મોબાઇલ નંબરો ઉપર ખેલાડીઓના રનફેર તથા ઓવર ઉપર સેસનનો હારજીતનો જુગાર રમતા ઝડપી લીધો હતો.

અને તેની પાસે થી ૪૦ હજાર નો  મોબાઇલ અને  રૂા. ૧૨,૦૦૦ રોકડા મળી કુલ ૫૨,૦૦૦ નો   મુદામાલ કબ્જે કર્યો હતો. આ આઇ.ડી. તથા લાઇનના મોબાઈલ ફોન નંબર નું   કિશન હસમુખભાઈ પોરીયા (રહે. સુતારવાડા)ને કમીશન આપતો હોવાની તથા મેચના સેસનની કપાત લાઇન ચલાવનાર  વેરસી મોહનભાઈ ઓડેદરા (રહે. નરસંગ ટેકરી)પાસે કરાવતો હોવાની કબુલાત આપી હતી. આથી પોલીસે અન્ય બે શખ્સો સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે