Sunday, September 8, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના આર્યસમાજ ખાતે મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીનાં ૧૪૦માં નિર્વાણદિનની ઉજવણી સંપન્ન

પોરબંદર આર્યસમાજ દ્વારા દિવાળીના શુભ દિવસે સ્વામી દયાનંદ સરસ્વતીનાં ૧૪૦ માં નિર્વાણદિનની ભવ્ય ઉજવણી થઇ હતી.

અનેકવિધ પ્રવૃતિઓમાં સમગ્ર જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતા પોરબંદર મહર્ષિ સ્વામીદયાનંદ સરસ્વતી માર્ગ પર આવેલા આર્યસમાજના પ્રાર્થના હોલ ખાતે શારદીય નવસસ્યેષ્ટિ, ભજનોપદેશ સહિતનાંવિવિધ કાર્યક્રમો દ્વારા મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીનાં ૧૪૦માં નિર્વાણ કાર્યક્રમ અંતર્ગત ભાવાજંલિ અર્પણકરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં બૌદ્ધિકો માટે પ્રારંભમાં આર્યસમાજનાં પ્રમુખ ધનજીભાઇ આર્ય એ યોગીજીની આત્મકથાનાં કેટલાક અંશો વર્ણવતાંજણાવ્યું હતું કે આર્યસમાજનાં સ્થાપક, વેદોના ઊંડા અભ્યાસુ, સમાજ સુધારક મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીનુંદિવાળી પર્વનાં દિવસે નિર્વાણ થયું હતું. દયાનંદ સરસ્વતીએ સામાજિક અને ધાર્મિક સુધારણાની મહત્વની કામગીરીકરી હતી. વહેમો, અંધશ્રદ્ધા, બાળવિવાહ, બહુપત્નીત્વ પદડાપ્રથા, સતી પ્રથા, દહેજ પ્રથા જેવા અનિષ્ટો નો વિરોધકરી સ્ત્રી શિક્ષણ, આંતર જ્ઞાતિય લગ્નો, વિધવા વિવાહની હિમાયત કરી હતી. બાદ સૌ મહાનુભાવોને આવકાર્યા હતાં.

પોરબંદરની ગોઢાણીયા બી.એડ કોલેજનાં ડાયેકટર અને જાણીતા કેળવણીકાર ડો.ઇશ્વરભાઇ ભરડાએભાવાજંલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે આવે દિલ્હી સહિત દેશનાં કેટલાંક રાજ્યોમાં વાયુ પ્રદુષણની ગંભીર સમસ્યા ઉદભવી છે, ત્યારે આ પોલ્યુશનનાં સોલ્યુશન માટે યજ્ઞો જરૂરી લેખાવીને પ્રકૃતિનું જતન નહીં કરીએ તો સમસ્યાઓ વિકરાળ બનશે.

આર્યસમાજનાં ઉપમંત્રી હરનારાયણસિંહે દિવાળીની પરિભાવના સ્પષ્ટ કરતા આ પ્રસંગે જણાવ્યું હતુ કેદિવાળીએ પ્રકૃતિનો પર્વ છે. ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. શરદઋતુમાં નવા ખેતીનાં પાકો તૈયાર થતાં નવા ધાન્યનીઆરતિ યજ્ઞમાં કરવામાં આવે છે. આ ઋતુમાં બિમારીઓ વધે છે એટલે આરોગ્યનાં ઋષિ ધનવંતરી ઋષિનું પૂજન થાયછે. લક્ષ્મી એટલે શરીરનું સ્વસ્થ રહેવું, શરીર સ્વસ્થ હશે તો સુખ શાંતિ આવશે આમ આજનાં યુમાં કૃષિ, ઋષિ અનેપ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે.

આર્યસમાજનાંઅધિષ્ઠાતા આર્યવીરદળનાં માર્ગદર્શક ગગનભાઇ કુહાડાએ આર્યસમાજને જીવંત રાખવાસ્વાધ્યાય જરૂરી લેખાવીને યુવા શક્તિને જાગૃત કરીને આર્યસમાજમાં યુવા પેઢીને જોડાવા આહ્વાન કર્યું હતું.સમાજશ્રેષ્ડી હરનારાયણસિંહ, ધનજીભાઇ આર્ય, કાંતિલાલ જુંગીવાલા અને ગગનભાઇ કુહાડા દંપતીનાં યજમાન પદે યોજાયેલા શારદીય નવસસ્યેષ્ટિ વૈદિક યજ્ઞમાં પુરોહિત નીતીનકુમાર શાસ્ત્રી અને ઋષિકુમારે મંત્રોચ્ચારકરીને આહૂતિ આપીને શારદીય યજ્ઞોત્સવનું મહાત્મ્ય સમજાવ્યું હતું. ગોઢાણીયા બી.એઙ કોલેજનાં શાસ્ત્રીય વાદનમાં યુનિમાં બીજા ક્રમે આવેલા તુષારભાઇ ત્રિવેદીનાં તબલાનાંતાલે શાસ્ત્રી નીતિન કુમારે આર્યસમાજનાં દેશભક્તિનાં ભજનો નો ઉપદેશ આપીને સ્વરાજંલિ અર્પણ કરી હતી.આ તકે મહિલા મંડળનાં બહેનો સર્વશ્રી મંજુલાબેન આર્ય, નીમુબેન કુહાડા, નયનાબેન લોઢારી, સુમેધાબેનસિંહ, વાસંતીબેન સિંધવ, રમીલાબેન જુંગી, જયાબેન મસાણી એ પ્રવચનો, ભજનો દ્વારા શ્રદ્ધાજંલી આપી તથાફોજી કાન્તિભાઇ મોદીએ વૈદિક ભજનો દ્વારા ભાવાજંલી અર્પણ કરી હતી અને દયાનંદ સરસ્વતીનાં સત્યાર્થ પ્રકાશ પુસ્તકનું ભાવાજંલિમાં પધારેલ વ્હોરાસમાજનાં ભાઇઓને વિતરણ કરવામાંઆવ્યું હતું.

આ કાર્યક્રમાં મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મજયંતી પ્રસંગે વેરાવળ ખાતેશિવસાગર મહિલા મંડળ ટ્રસ્ટ દ્વારા મંજુલાબેન વી. સુયાણીનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ સન્માન સમારંભમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનાં હસ્તે પોરબંદરનાં આર્યસમાજ દ્વારા સત્યાર્થ પ્રકાશતથાજ્ઞાનનાં અજવાળાં પુસ્તકો દ્વારા ખારવા સમાજની દીકરીઓનું સન્માન થવા બદલ બહેનોનાંકાર્યને બિરદાવવામાં આવેલ. પોરબંદરનાં આર્યસમાજમાંચાલતા ઔષધાલયનો ૨૦માં વર્ષમાંપ્રવેશ થતાં ડો.છોટુભાઇ સુરાણીની નિઃસ્વાર્થ સેવાને પણ આ તકે બિરદાવવામાં આવી હતી.આર્યસમાજનાં પ્રમુખ ધનજીભાઇ આર્ય તથા મંત્રી કાંતિલાલ જુંગીવાલા એ સમગ્રકાર્યક્રમનું સંચાલન સંભાળ્યું હતું. શાંતિપાઠનાં ગાન સાથે કાર્યક્રમનું સમાપન બાદ સૌએ સુરુચિભોજન લીધું હતું.કાર્યક્રમમાં ડો.છોટુભાઇ સુરાણી, સેવાકર્મી રમેશભાઇ દવે, પ્રોફેસર ડો.મદલાણી,જી.ઇ.બી.નાં નિવૃત એન્જીનીયર રણછોડભાઇ ગોહેલ, દિલીપભાઇ પોસ્તરીયા, પ્રવિણભાઇ જુંગી, નરેન્દ્રભાઇ જોષી વિગેરે સહિત શહેરનાં પ્રબુદ્ધ નાગરિકો તેમજ આર્યસમાજનાં ભાઇ બહેનોબહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા આર્યસમાજનાં હોદ્દેદારો ઉપપ્રમુખ સુરેશભાઇ જુંગી, કોષાધ્યક્ષ દિલીપભાઇ જુંગી, પુસ્તકાધ્યક્ષ નાથાલાલ લોઢારી સહિતનાં હોદ્દેદારોએ સારી જહેમત ઉઠાવી આ કાર્યક્રમને શોભાવ્યો હતો.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે