પોરબંદરમાં મહાલક્ષ્મી મંદિર ખાતે દીપાવલી પર્વ નિમિતે અનેકવિધ કાર્યક્રમો યોજાશે.
શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના કુળદેવીના મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટખાતે દીપાવલી પ્રસંગે તા.૨૨-૧૦ ૨૦૨૨ શનિવારના ધનતેરસના રોજ સવારે ૭:૦૦ વાગ્યે સમસ્ત હિન્દુ સમાજના આમંત્રિત ૧૦૧ યુગલો દ્વારા સામૂહિક મંગલા આરતી (અગાઉથી નામ લખાવવુ જરૂરી, કોઈ ચાર્જ નહિ) તથા વિશેષ શણગારના દર્શન તા. ૨૪-૧૦-૨૦૨૨ સોમવાર દિવાળી હિન્દુ સમાજના ૫૧ યુગલો દ્વારા શ્રી ગણપતિજી તથા શ્રી મહાલક્ષ્મી માતાજીનું વિદ્વાન આચાર્ય તથા તેમની ટીમ દ્વારા સામૂહિક પૂજન. (અગાઉથી નામ નોંધણી ફરજિયાત, ખર્ચ યુગલદીઠ ખર્ચ રૂપિયા ૧૧૦૦ બધીજ વ્યવસ્થા ટ્રસ્ટ કરશે.).
યજમાને ઘરેથી ગણપતિજી, ત્રાંબાના કળશ, તથા છેડાછેડીનું કપડું લાવવાનું રહેશે. દીપાવલીના દિવસે વિશેષ શણગારના દર્શન સવારે ૭:૦૦ થી રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી દરેક બહેનો માતાજીના કંકુની પ્રસાદીનું પાઉચ આખો દિવસ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. તા. ૨૫-૧૦-૨૦૨૨ બેસતા વર્ષે સાંજે ૫:૦૦ થી રાત્રે ૧૦:૦૦ સુધી અન્નકૂટ દર્શન અન્નકૂટ ધરનારે સવા કિલો રાંધેલી સામગ્રી તે જ દિવસે બપોરે ૧૨:૦૦ વાગ્યા પહેલા પહોંચતી કરવાની રહેશે. તથા અગાઉથી નામ નોંધાવવાનું રહેશે. તથા સવારથી જ માતાજીને ધરાવેલી કંકુવાળી ચલણીનોટનું વિતરણ બે દિવસ પુરતું કરવામાં આવશે.અન્નકૂટ પ્રસાદ વિતરણ ભાઈબીજના દિવસે સવારે ૧૦:૦૦ કલાકે તથા દેવ દિવાળી કારતક સુદ ૧૧ ના દિવસે તુલસી વિવાહ યોજાશે.