Saturday, July 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

માધવપુર ના મેળા નો ૧૭ એપ્રિલે રાજ્યપાલના હસ્તે પ્રારંભ કરાશે:૨૧ એપ્રિલે દ્વારકા ખાતે કૃષ્ણ-રુક્ષ્મણીના લગ્ન નું રીસેપ્શન યોજાશે

માધવપુર ના મેળા નો ૧૭ એપ્રિલે રાજ્યપાલ ના હસ્તે પ્રારંભ થશે મેળા માં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે પાંચ દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરાશે.

પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે રુકમણીજી અને ભગવાન શ્રીકૃષ્ણના વિવાહ પ્રસંગ અંતર્ગત લોકમેળાની ઉજવણીની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આગામી તા. ૧૭ થી ૨૧ એપ્રિલ સુધી પાંચ દિવસ દરમિયાન આ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહી રુકમણીજી અને ભગવાન શ્રીકૃષ્ણના વિવાહની ઉજવણી પ્રસંગે માધવપુરના મેળાનો મેળા ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનો શુભારંભ કરાવશે.

આ ભવ્ય લોક મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રારંભે મુખ્ય સચિવ રાજકુમાર અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર પણ હાજર રહેશે. સાંજે ૫ વાગ્યેથી આ મેળાનો શુભારંભ કરવામાં આવશે. રુકમણીજી અને ભગવાન શ્રીકૃષ્ણના વિવાહ પ્રસંગનું ભવ્ય રિસેપ્શન ૨૧ એપ્રિલને રવિવારના દિવસે સાંજે ૪ કલાકે દ્વારકા ખાતે યોજવામાં આવશે. ઉત્તરપૂર્વીય રાજ્યોના વાનગી અને હસ્તકલા સ્ટોલ, રમત ગમત દ્વારા એકીકરણ, ગ્રાન્ડ મીડિયા મલ્ટી શો, રેત શિલ્પ પ્રદર્શન, થીમ પેવેલિયન સહિતના રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમમો આ લોકમેળામાં મુખ્ય આકર્ષણ જમાવશે.તારીખ ૧૭ થી ૧૯ એપ્રિલ સુધી રાત્રે ૯ વાગ્યે વરણાગી (ફુલેકું) નો પ્રસંગ યોજવામાં આવશે. અને તારીખ ૨૦ એપ્રિલે શનિવારના દિવસે લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ દ્વારકા ખાતે ભવ્ય રિસેપ્શન પણ યોજનાર છે.

આ તકે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર તથા પ્રવાસન, દેવસ્થાનમ મેનેજમેન્ટ, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામના અગ્ર સચિવ હારીત શુક્લ તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આલોક કુમાર પાંડે તેમજ પ્રવાસન કમિશનર અને મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત પ્રવાસન નિગમ લિ. ના એસ. છાકછુઆક, કલેક્ટર કે.ડી. લાખાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે