પોરબંદર ના કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાઓ, બાળકો, સિનિયર સિટીઝન સહિત આ વિસ્તારના તમામ જનતાની ફરિયાદના નિવારણ અર્થે તેમજ વ્યાજખોરિનો ભોગ બનનાર લોકોને પોલીસ તરફથી સહકાર મળી રહે તથા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો, વેપારીઓ, પ્રજાજનો લોક દરબારમાં આવી પોતાની રજૂઆત ફરિયાદ કરી શકે તે માટે ચાર સ્થળો એ લોક દરબાર નું આયોજન કરાયું છે.
જે મુજબ તા.૧૦ જાન્યુઆરી ના રોજ મેમણવાડા, ઠક્કર પ્લોટ, તકીયા વિસ્તારમાં,તા. ૧૫ જાન્યુઆરી ના રોજ નગીનદાસ મોદી પ્લોટમાં આવેલ પાર્ટી પ્લોટમાં નગીનદાસ પ્લોટ તથા વિરડી પ્લોટ વિસ્તારના લોકો માટે, તા.૨૦ જાન્યુઆરીના રોજ બંદર ચોકી સામે સ્વસ્તિક હોલ ખાતે વાણીયાવાડ, નાગરવાડા ગાયવાડી તથા વૈકુરડી પ્લોટ વિસ્તારના લોકો માટે લોક દરબાર યોજાશે. ઉપરાંત તા.૨૨ જાન્યુઆરીના રોજ ખારવા સમાજ પંચાયત મઢી ખાતે ખારવા વાડ વિસ્તારમા રહેતા લોકોની રજૂઆતોના નિરાકરણ માટે લોક દરબાર યોજાશે. તેઓની ફરિયાદનો સ્થળ પર જ નિકાલ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર વી. પી. પરમાર તથા અન્ય સ્ટાફ દ્વારા પ્રયત્ન કરાશે તેવું જણાવાયું છે.