કુતિયાણા ના ટીંબી નેસ માં સાડા ત્રણ વર્ષ પૂર્વે પિતા એ ઘરે મહેમાન ન આવવા જોઈએ. તે બાબતે બોલાચાલી કરી છરી નો ઘા ઝીંકી પુત્ર ની હત્યા કરી હતી. જે મામલે પોરબંદર સેશન્સ કોર્ટે પિતા ને આજીવન કેદ ની સજા ફટકારી છે.
કુતિયાણાના ટીંબીનેસમાં રહેતા બધીબેન લખમણભાઇ ગરચરે ગત તા ૧૪-3-૧૯ ના રોજ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિ લખમણ બાવન ગરચર ઘરે હતા. ત્યારે તેના પુત્ર મેરૂ સાથે ઘરે કોઈ મહેમાન આવવા જોઈએ નહીં તેવી બોલાચાલી કરી ગાળાગાળી કરી હતી. તે દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા લખમણભાઇએ છરી લઇ દોટ મૂકી પુત્ર મેરુ સાથે ઝપાઝપી કરી હતી. અને તેની છાતીમાં વચ્ચોવચ છરીનો એક ઘા મારી દીધો હતો. આ ઘા મેરૂ માટે જીવલેણ નીવડયો હતો..હત્યા કરી લખમણભાઈ ફરાર થઇ ગયા હતા બાદ માં પોલીસે તેની ધરપકડ કરી હતી.
આ કેસ પોરબંદરની . ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ ચાલી જતાં આ કામે પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ જેઠવા દવારા કુલ- રર જેટલા સાહેદોનો મૌખિક પુરાવાઓ તેમજ -૪૦ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા. તથા ધારદાર દલીલો રજુ કરવામાં આવી હતી. જે ધ્યાને લઈ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી. પંચાલ દવારા આરોપી લખમણને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકરતો હુકમ કરવામા આવ્યો છે.