પોરબંદરમાં જિલ્લા બાર એસોસિએશન દ્વારા કેરમ અને ચેસની ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એશોશીએશન ઘ્વારા દર મહીને નોખી અનોખી પ્રવૃતીઓ કરતા રહે છે અને તાજેતરમાંજ એડવોકેટો વચ્ચે કેરમ તથા ચેશ ટુર્નામેન્ટનું આયોજન કરેલ હતુ અને જેમા કેરમ માં ડબલ તથા સીન્ગલ સ્પર્ધા રાખેલી હતી અને સવારે ૧૧ વાગ્યા થી સાજે પાંચ વાગ્યા સુધી સીનીયર તથા જુનીયર તમામ વકીલોએ ઉત્સાહ ભેર આમાંભાગ લીધેલો હતો એટલુજ નહી મહિલા એડવોકેટો એ પણ કેરમ તથા ચેશ ટુર્નામેન્ટ માં ભાગ લીધેલો હતો અને વકીલો માં ભાઈ ચારો અને એકતા જળવાઈ રહે તેવા હેતુ થી ડીસ્ટ્રીકટ બાર એશોશીએશન ઘ્વારા દર મહીને અલગ અલગ પ્રવૃતીઓ કરતા રહે છે.
આ ટુર્નામેન્ટ ની વિસતા એ રહી કે પોરબંદર ના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખણી ધ્વારા પણ ભાગ લીધેલો અને કેરમ ટુર્નામેન્ટ માં રર્નસ અપ આવીને સાબીત કરેલ છે કે રમત ગમત ને ઉમર સાથે કાંઈ લેવા દેવા નથી પરંતુ માત્ર કોશલ્યની જરૂર હોય છે વકીલાત ના વવ્યસાય માં આટીઘુટી કરતા એડવોકેટો કાકરીઓ સીધી કાઢે છે અને તેજ વકીલ ની સાચી આવડત છે.
આ ટુર્નામેન્ટમાં સિંન્ગલ કેરમ માં વીજેતા તરીકે કેતન પાડાવદરા તથા રર્નસઅપ તરીકે ભરતભાઈ લાખાણી તથા કેરમ ડબલ્સમાં હુસેન બુખારી તથા દિપક સાદીયા ચેમ્પયન થયેલા હતા જયારે રર્નસઅપમાં કિશન રાણીગા તથા કેતન શીગરખીયા વીજેતા થયેલા હતા.
તેમજ નવી સનદ લીધેલા નવા ૨૭ એડવોકેટો ને પુષ્ય ગુચ્છ તથા બોલપેનો આપી વકીલાત ના ઉમદા વ્યવસાયમાં પ્રવેશ કરવા બદલ અભીનંદન આપેલા હતા તેમજ એડવોકેટએ મેળવેલી સીધ્ધી બદલ શાંતીબેન ઓડેદરા, નીલેશ જોષી, અકબર સેલોટ વીગેરે નુ સન્માન કરેલુ હતુ અને સરકારી વકીલનુ પણ સન્માન કરી બાર એશોશીએશન ની બોલપેન ભેટ તરીકે આપેલી હતી અને પોરબંદર ના એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ પઠાણ તમામ એડવોકેટો ને પ્રોત્સાહન આપવા માટે ખાસ રીશેસ ના સમયે હાજર રહી અને કેરમ માં હાથ અજમાવ્યો હતો.
આખો દિવસ ઉત્સાહ અને ઉમંગ સાથે સાથે રામ નવમી ની સાચા અર્થમાં ઉજવળી કરેલી હતી અને આયોજન સફળ બનાવવા માટે બાર એશોશીએશન પ્રમુખ નીલેશ જોષી તથા ઉપપ્રમુખ રાજુભાઈ સરવાણી તથા સેક્રેટરી ચંદુ મારૂ તથા ટ્રેઝરર રાકેશ પ્રજાપતી તથા જોઈન્ટી સેક્રેટરી અનીલ સુરાણી ની સાથે સીનીયર એડવોકેટો ભરતભાઈ લાખાણી, એમ જી શીગરખીયા, શાંતીબેન ઓડેદરા તેમજ પ્રોજેકટ ચેરમેન નરેશ ઓડેદરા તથા હુસેન બુખારી એ જહેમત ઉઠાવેલી હતી.


