પોરબંદર માં ૪ લાખના ચેક પરત ફરતા જમીન દલાલ ને કોર્ટે ૧ વર્ષ ની સાદી કેદ ની સજા અને ચેક થી બમણી રકમ ચુકવવા હુકમ કર્યો છે.
હાલ આધુનીક જમાનામાં મોટા ભાગના વ્યવહારો ચેકથી કરવામાં આવતા હોય છે. અને તેના કારણે ચેકો પાછા ફરવાના પણ અનેક કેસો કોર્ટોમાં દાખલ થતા રહે છે. અને મોટા પ્રમાણમાં આવા કેસો થતા હોવાના કારણે મોટા શહેરોમાં સ્પેશ્યલ નેગોશીએબલ કોર્ટ ની કોર્ટ ખાસ બનાવવામાં આવે છે. અને સ્પેશ્યલ જજ ની નિમણુંક કરવામાં આવે છે. અને તે જ રીતે પોરબંદર ના જમીન દલાલ કિરીટભાઈ કાનજીભાઈ પાણખાણીયા દ્રારા બીજા જમીનના દલાલ સુરેશભાઈ વાધજીભાઈ પિત્રોડા પાસેથી સંબંધની રૂએ કટકે કટકે રકમ લીધેલી હતી.
અને અમુક રકમ તો સીધી જ બેંકથી બેંક પણ લીધેલી હોય અને તે રકમ ચુકવવા માટે કિરીટભાઈ કાનજીભાઈ પાણખાણીયા દ્રારા અલગ અલગ ત્રણ ચેકો આપેલા હોય જેમાં રૂા.૨,૦૦,૦૦૦/- તથા રૂા.૧,૬૫,૦૦૦/- તથા રૂા.૪૨,૦૦૦/- મળી કુલ રૂા.૪,૦૭,૦૦૦/- ના ચેકો આપેલા હોય અને ત્રણેય ચેકો પાછા ફરતા ફરીયાદી સુરેશભાઈ દ્રારા તેના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે પોરબંદર ની કોર્ટમાં ફરીયાદ દાખલ કરતા અને તે કેસ ચાલી જતા પોરબંદર નાં જજ ભાટીયા દ્રારા રેકર્ડ ઉપરના પુરાવાઓ ઘ્યાને લઈ આરોપી કિરીટભાઈ કાનજીભાઈ ને કુલ ચેકની રકમ ની બમણી રકમ એટલે કે, રૂા.૮,૧૪,૦૦૦/- અંકે રૂપિયા આઠલાખ ચૌદહજાર પુરા એક માસમાં ચુકવી આપવાનો અને સાથે સાથે ૧(એક) વર્ષની સાદી કેદની સજા કરેલ છે.
અને જો એક માસમાં રકમ ન ચુકવે તો વધારાની ૬(છ) મહીનાની સાદી કેદની સજા કરેલ છે. અને તે રીતે કોર્ટ દ્રારા દાખલા રૂપ ચુકાદો આપી પૈસા ઉછીના મેળવી પછી ખોટા ચેકો આપી અને સમય પસાર કરતા હોય આવા લોકોને સજાના કારણે દાખલારૂપ કાર્યવાહી થઈ હોવાનુ અહેસાસ થયેલ છે. અને તે રીતે ચેકો આપીને રકમ ન ચુકવતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયેલ છે.
આ કામમાં ફરીયાદી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી, અનિલ ડી. સુરાણી રોકાયેલા હતાં.