પોરબંદર ના ભાવેશ્વર મંદીરનો જીર્ણોધ્ધાર પૂર્ણ થયા બાદ લઘુરૂદ્ધ યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં મોટીસંખ્યામાં શિવભકતો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદરના ભાવેશ્વર મંદીરનો જીર્ણોધ્ધાર થતા લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવેશ્વરમંદીરના દાતાઓના સહયોગથી અને મંદીરના પુજારી પરિવાર દ્વારા મંદીરનો જીર્ણોધ્ધાર કરાયો છે. મંદીર રીનોવેશન સમયે પુજારી દ્વારા જાહેરાત કરવામાં આવેલ કે મંદીર રીનોવેશન થઇ જશે ત્યારબાદ ‘હોમાત્મક લઘુરૂદ્રયજ્ઞ’નું આયોજન કરાશે.જેથી આ યજ્ઞનું આયોજન કરાયું હતું જે સુંદર રીતે સંપન્ન થયેલ.
આ યજ્ઞમાં મુખ્ય યજમાનપદે મુકેશભાઈ ઠકકર પરિવાર સાથે તેમજ દિવ્યેશભાઈ ગોંધીયા પરિવાર સાથે પુજાવિધિમાં બેઠેલ હતા. આ યજ્ઞમાં પોરબંદર સીટી ડી.વાય.એસ.પી. નિલમબેન ગોસ્વામી, જે.સી.આઈ. પ્રમુખ લાખણશીભાઈ ગોરાણીયા, ગોવિંદા ઠકરાર, નિવૃત પી,એસ.આઇ. ગોસ્વામી, નિવૃત એસ.ઓ.જી. પી.એસ.આઇ. એન.કે. મણવર, હિરલબા જાડેજા તેમજ મંદીરમાં સહયોગ આપનાર તમામ દાતાઓ હાજર રહેલ.
આ ચજ્ઞમાં જાણીતા શાસ્ત્રી રાજુભાઈ જોષીએ તમામ યજ્ઞની વિધિ પુરી કરાવેલ. આ ચજ્ઞમાં બંન્ને પુજારી જલ્પેશગીરી અશ્વિનગીરી ગોસ્વામી અને હિતેશ દવે એ સુંદર વ્યવસ્થા કરેલ સાથે વિશાલભાઈ રાયકુંડલીયા, કારુભાઈ, સંજયભાઈ માળી તેમજ સ્વસ્તીક ગૃપના મેમ્બરો સુંદર સહયોગ સાંપડેલ તેમજ યજ્ઞ પુરો થઇ ગયા બાદ તમામ લોકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ હતી અને તેનો પણ લોકોએ લાભ લીધો હતો.










