શ્રી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા આયોજીત ડે ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ ૨૨-૦૩-૨૦૨૩ ના રોજ રામદેવજી મહારાજ મંદિર ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે
ખારવા સમાજ કપ-૨૦૨૩ ની શુભ શરૂઆત પોરબંદર સમસ્ત ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ શિયાળ અને પંચપટેલ/ટ્રસ્ટીઓ,પુર્વ વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ,
પોરબંદર માછીમાર બોટ એસોસિએશન ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી અને સભ્યો, પોરબંદર વણાંકબારા ખારવા સમાજ ના પ્રમુખ સંજયભાઈ લોઢારી,પોરબંદર ફિશ સપ્લાયર્સ એસોસિએશન ના પ્રમુખ હર્ષીતભાઈ શિયાળ, ફાઈબર ગ્રુપ ના પ્રમુખ હિતેશભાઈ ખોરાવા અને સભ્યો,માછીમારના આગેવાન નાથાભાઈ મુકાદમ,અને ખારવા સમાજ ના ક્રિકેટ ખેલાડીઓ, અને પોરબંદર ની ક્રિકેટ પ્રેમીઓ ની હાજરીમાં દિપ પ્રાગટ્ય ની સાથે શુભારંભ કરાયો હતો આ ટુર્નામેન્ટ માં ૩૨ ટીમો એ ભાગ લીધો છે ટુર્નામેન્ટ તા 8 એપ્રિલ સુધી ચાલશે.









