પોરબંદર જિલ્લાના શિશલી ગામના ખેડુતપુત્રી કુમારી જયાબહેન ઓડેદરા તાજેતર માં કેબીસી ટીવી શો માં પોતાના જ્ઞાન બુધ્ધિ , કૌશલ્ય થી પચ્ચીસ લાખ જેવી માતબર રકમ જીતી આવેલા. જે બદલ પોરબંદર ની સામાજિક સંસ્થા શ્રી મહેર શક્તિ સેના દ્વારા તાજેતર માં તેઓને સન્માનિત કરવા કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. કાર્યક્રમ નું સુંદર સંચાલન સમાધાન સમિતિ ના અધ્યક્ષ નૌધણભાઈ મોઢવાડીયા એ કર્યું હતું. પ્રમુખ કરશનભાઈ ઓડેદરા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ સાથે સમાજના કલાશ્રેષ્ઠી રાણાભાઇ શીડાં દ્વારા આવા પ્રતિભાશાળી યુવા વર્ગ ને સાથ સહકાર ને માર્ગદર્શન પુરુ પાડી સામાજીક પ્લેટફોર્મ પુરુ પાડવા આહ્વાન કર્યું હતું.
જ્યારે સંસ્થા ના મહિલા ઉપપ્રમુખ મંજુલાબેન બાપોદરા દ્વારા જયાબેન નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના તમામ હોદેદારો અને બહારથી આવેલા મહેમાનો દ્વારા પણ પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. જયાબેને પોતાના અનુભવો જણાવતા કહ્યું કે હોટસીટ પર બેસવું ખરેખર હિંમત ની દાદ માગી લે એવું કપરું કામ છે. ત્યાંનો માહોલ, સ્ટુડિયો નું વાતાવરણ, સામે બેઠેલા શિક્ષિત ઓડીયન્સ અને ખાસ તો સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન ની સામે વાત કરતા હાથ પગ ફુલી જાય ને વિશેષ વાત તો એ હતી કે જયાબેનને કે.બી.સી. માં જવાનું થાય તેના પંદર દિવસ પહેલાજ એમના માતા નું અવસાન થયેલું.
આવી કપરી પરિસ્થિતિમાં પણ દિકરી હિંમત હાર્યા વગર પોતાના લક્ષ્ય સુધી પહોંચી એ જ એમની સાચી કસોટી કહી શકાય એ પાર કરી આવી. આ તકે સંસ્થાના સ્થાપક લીલાજીભાઈ ઓડેદરાએ પણ પોતાની આગવી શૈલીમાં બહેનને અભિનંદન પાઠવેલા . જયાબેન ના પરીવાર તરફથી પણ બહોળી સંખ્યામાં પરીવારજનો હાજર રહ્યા હતા. આ તકે શ્રી શક્તિ સેના ના પ્રમુખ કરશનભાઈ ઓડેદરા, ઉપપ્રમુખ પરબતભાઇ કડેગીયા, મહિલા ઉપપ્રમુખ મંજુલાબેન બાપોદરા,નૌઘણભાઈ મોઢવાડીયા, મહામંત્રી રમેશભાઈ કેશવાલા પોરબંદર તાલુકા પ્રમુખ દેવાભાઈ કડછા, કુતિયાણા તાલુકા પ્રમુખ વિજયભાઈ ઓડેદરા, પ્રતાપભાઈ કેશવાલા,ભાણવડથી સવદાસ આતા , લખનભાઇ, લખુભાઈ, રામભાઇ ઓડેદરા .સહિતના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ને જયાબહેન ને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સમાપન પ્રતાપભાઈ કેશવાલા એ કર્યું હતું.