હાલ ઉતરાયણ ની જોર શોર અને ઉત્સાહ થી તૈયારી ઓ પતંગ રસિયા ઓ કરી રહ્યા છે.
ત્યારે બીજી તરફ શિયાળા માં હજારો ની સંખ્યા માં વિદેશી અને અલભ્ય પક્ષી ઓ પોરબંદર ના મહેમાન બને છે. તે આપણા સહુ માટે ગર્વ ની પણ વાત છે. પરંતુ આ ગાળા દરમ્યાન જ મકર સંક્રાંતિ નો તહેવાર હોવાથી સતર્કતા રાખવી જરૂરી બને છે.
પોરબંદર ની બે અગ્રણી સંસ્થાઓ ઉદય કારાવદરા એનિમલ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રકૃતિ ધ યુથ સોસાયટી આ વર્ષે મળી ને સંયુક્ત રીતે પોરબંદર ખાતે
સેવ બર્ડ -૨૦૨૩ નો પ્રોજેક્ટ કરશે.
ઉદય કારાવદરા એનિમલ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ ના ચેરમેન ડૉ નેહલ કારાવદરા ના જણાવ્યા મુજબ તેમની સંસ્થા છેલ્લા ૧૨ વરસ થી પશુ – પક્ષી,રઝળતા પશુ ,
શ્વાન ,બિલાડી ઓ વગેરે માટે સતત કાર્ય કરે છે. લમ્પી ગાયો માટે તેમણે ભારત નું સર્વ પ્રથમ આઇસોલેશન સેન્ટર ચાલુ કર્યું હતું. આજે પણ ૨૦૦ થી વધુ બીમાર ગાયો ને સાચવે છે. ૭૦ થી વધુ રખડતાં શ્વાનો માટે તેમને ઘર માં જ હોસ્પિટલ ખોલી છે. ઘાયલ કે બીમાર પક્ષી ઓ માટે હંમેશા વેટરનરી ડોક્ટર અને કેરિંગ સેન્ટર તેમજ આધુનિક ઓપરેશન થિયેટર પણ બનાવેલ છે. અને અદ્યતન એમ્બ્યુલન્સ વાન પણ સંસ્થા પાસે છે.
પ્રકૃતિ ધ યુથ સોસાયટી ના સંયોજક ડૉ.સિદ્ધાર્થ ગોકાણી જણાવે છે કે છેલ્લા 15 વરસ થી અમારી સંસ્થા ચાલે છે. અને એટલા વરસો થી તો અમે આ સેવ બર્ડ પ્રોજેક્ટ તો કરીએ જ છીએ સાથે ૨૪*૭ વન્ય જીવો અને પશુ પક્ષી ના બચાવ નું કરી પણ કરીએ છે. ઘાયલ,બીમાર કે માનવ વસાહત માં આવી ચડેલા સાપ મગર,અજગર તથા વન્ય જીવો નો બચાવ કરી ફરી જંગલ માં મુક્ત કરીએ છીએ. ઘાયલ કે બીમાર પશુ પક્ષી ને શક્ય હોય તો સારવાર કરી છોડી દઈએ અથવા વનવિભાગ ને સોંપી દઈએ.
બન્ને એ સંયુક્ત વાત કરતા જણાવ્યું કે અમારી બંને સંસ્થા પાસે ખૂબ મોટી સભ્ય સંખ્યા છે. જે આખા પોરબંદર જિલ્લા માં ફેલાયેલી છે. એટલે જે જગ્યા એ આવા ઘાયલ પક્ષી ની માહિતી અમને મળશે તુરત માં જ અમે તેમને લઈ સારવાર કરી શકીએ. જરૂરી હશે સામાન્ય સારવાર કરી વનવિભાગ ને આ પક્ષી ઓ સોંપવા માં આવશે.
તેમના તરફ થી પોરબંદર માં લોકો માટે અપીલ કરવા માં આવી છે કે વધુ માં વધુ લોકો અમારી સાથે આ કાર્ય માં જોડાવ..સંસ્થાઓ, યુવાનો,યુવતી ઓ,બાળકો વગેરે..તમામ લોકો સ્વેચ્છા એ આ અભિયાન માં અમને સાથ આપવા જોડાશો તો આ અભિયાન ને એક વેગ મળશે. આ સિવાય પતંગ ઉડાડવા ના નિયમો નું થોડું પાલન કરશો તો જીવહાનિ ઓછી થશે અને તમને પતંગ ઉડાડવા માં આનંદ અને ઉત્સાહ રહેશે.
સવારે ૬ થી ૮ અને સાંજે ૬ થી ૮ પતંગ ના ઉડાડવી પક્ષી ઓ પોતાના ઘરે જાય તે સમયે દોરા માં આવી જવાનો ભય રહે છે. જળાશય થી દૂર પતંગ ઉડાડવી જળાશયની આસપાસ પક્ષીઓની અવરજવર ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે. ઉપરાંતમાં જળાશયમાં દોરાઓ ફસાઈ જવાથી જળચર પક્ષીઓને આગળ પણ આ દોરાઓ પગમાં ફસાવા અથવા પાંખ ફસાવાથી નુકસાન થાય છે. પતંગ ખૂબ ઊંચી ના ઉડાડવી પક્ષી ઉપરથી પટકાય તો મૃત્યુ નીપજે છે.
સાંજે ફટાકડા ના ફોડવા પક્ષી ઓ માળા માં જતાં હોય તે જ સમયે ફટાકડા ફોડવાથી પક્ષી ડરી જાય છે.દોર માં ભેરવાઈ જાય છે. ચાઇનીઝ દોર નો ઉપયોગ ના કરવો ચાઈનીઝ કે વધુ પાકા દોરાઓ જ્યારે પક્ષીઓની પાંખમાં ઈજા કરે છે. ત્યારે તે તેને અંગને કાપી નાખે છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં ઇજાઓ પહોંચાડે છે.આવા નાના પ્રયાસો થી જીવહાનિ ઓછી થાય છે.
આમ છતાં કોઈપણ સ્થળે ઘાયલ પક્ષી નજરમાં આવે તો અમારા હેલ્પલાઇન નંબર
8264101253, 9825919191,9825221962
ઉપર સંપર્ક કરવો
મકર સંક્રાંતિ ના તહેવાર માં દાન નું મહત્વ ઘણું છે અને જીવન દાન થી મોટું એકપણ દાન નથી.
સામાજિક સંસ્થા ઓ, શૈક્ષણિક સંસ્થાઓ,ક્લબ વગેરે ને વિનંતી કે આપ સહુ અમારા આ અભિયાન સાથે જોડાવા કે મદદરૂપ થવા ઇચ્છતા હોય તે લોકો અગાઉ થી નામ નંબર અને વિસ્તાર ની જાણ અમો ને કરે વિનંતી કે સંક્રાંતિ ના એક દિવસ માટે અમારા બચાવ સ્થળ ની આપણાં કુટુંબ સાથે મુલાકાત જરૂર થી લો તો અમારો તથા અમારી ટીમ નો ઉત્સાહ વધશે.આવું નિમંત્રણ બંને સંસ્થા ઓ ના પ્રતિનિધિ પાઠવે છે.