કરછ-ભુજ ખાતે યોજાયેલા બાલરક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્વારા રાણાવાવ તાલુકા ની પેસેન્ટર કુમાર શાળાના શિક્ષિકા ગોઢાણિયા લીલુબેન ભરતભાઇને આંતરરાષ્ટ્રીય એજ્યુકેશન એવોર્ડ એનાયત કરાયો હતો.
ભુજ ખાતે ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ કોન્ફરન્સ અને એવોર્ડ સેરેમનીનું બે દિવસીય આયોજન રાજગોર સમાજ વાડી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના વિવિધ રાજયો ઉપરાંત વિદેશમાં શિક્ષણક્ષેત્રે વિશેષ કામગીરી કરનાર શિક્ષકો માટે બે દિવસીય સેમિનાર ગોઠવવામાં આવ્યો હતો. અને શિક્ષણ પ્રત્યે સમર્પિત શિક્ષકોને ઇન્ટરનેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દેશના વિવિધ શહેરોમા ડ્રોપ આઉટ બાળકો માટે વિનામૂલ્યે શિક્ષણ સેવા આપતી મહારાષ્ટ્રની બાલરક્ષક પ્રતિષ્ઠાન સંસ્થા દ્રારા ભુજમા આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અને એવોર્ડ સેરેમની યોજાઇ હતી. જેમા રાણાવાવ તાલુકાની શ્રી.પે. સેન્ટર કુમાર શાળાના શિક્ષીકા ગોઢાણિયા લીલુબેન ભરતભાઇને ટ્રોકી અને સન્માનપત્રથી સન્માનિત કરાયા હતા.
તાજેતરમાં મોરારી બાપુના હસ્તે ગુજરાત રાજય શ્રેષ્ઠ શિક્ષક ચિત્રફુટ પારિતોષિક મેળવનાર શિક્ષીકાને વધુ એક સંસ્થા દ્રારા શિક્ષીકાને પારિતોષિક એનાયત કરાયુ હતુ. તેમણે શિક્ષણ કાર્યમા કરેલ વિશેષ યોગદાન તથા ઇનોવેટીવ શિક્ષણકાર્ય બદલ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરાતા શાળાના આચાર્ય સહિત શિક્ષકગણ દ્રારા બિરદાવવામા આવ્યા હતા. સરકારશ્રી દ્રારા શિક્ષકોને ઇનોવેશન કામગીરી માટે અલગ અલગ તાલીમ આપવામા આવે છે. જેથી વિધાર્થીઓના સર્વાગી વિકાસમા ઉપયોગી બની નાવિન્યપુર્ણ શિક્ષણ કાર્ય કરવામા આવે છે.