Saturday, August 2, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં શ્રમિક વર્ગ ના બાળકો માં વધતું જતું સોલ્યુશન ટ્યુબ ના નશા નું પ્રમાણ

પોરબંદર ના શ્રમિક વર્ગ ના બાળકો માં પંચર ની ટ્યુબ અને સોલ્યુશન વડે નશા નું પ્રમાણ વધ્યું છે. ત્યારે નશાબંધી શાખા દ્વારા વેચાણ કરતા ધંધાર્થીઓ ને બાળકો ને આવી વસ્તુ નું વેચાણ ન કરવા સમજાવ્યા હતા તથા બાળકો માટે પણ જનજાગૃતિ કાર્યક્રમ નું આયોજન કર્યું હતું.

નશાબંધીના ધનિષ્ઠ પ્રચાર-પ્રસાર અંતર્ગત પોરબંદર ચોપાટીની ઝુપડ પટ્ટી તેમજ ફૂટપાથ વિસ્તારનાં શ્રમજીવી તેમજ તેમના બાળકો વ્યસન તથા નશાને રવાડે ચડતા હોય છે. જે બાબતેનો જનજાગૃતિનો કાર્યક્રમ કરેલ.

આ શ્રમજીવી વિસ્તારમાં અગાઉ પણ ઘણી વખત નશાબંધી પ્રચાર/પ્રસાર ના કાર્યક્રમો દ્વારા સમજાવટથી અને સમાજ સુરક્ષા ખાતાને સાથે રાખી બાળકોનું કાઉન્સેલીંગ કરી ટ્યુબ સોલ્યુશન સુંઘીને વ્યસનો કરતા બાળકોને સમજાવટથી બહાર કાઢી આગળ આ વ્યસન અટકાવવામાં સફળ રહ્યા હતા. પરન્તુ ઘણા સમય થી ફરી પાછુ ચોપાટી વિસ્તારના શ્રમજીવીના બાળકો આવા વ્યસન તરફ ફરી સક્રિય ના થાય અને આગળ આવા વ્યસન ફેલાય નહીં તે બાબત ધ્યાનમાં રાખી તે વિસ્તારમાં બાળકોના માતા-પિતાઓ ને સાથે રાખીને આવા વ્યશન થી થતા નુકશાન બાબતે સવિસ્તૃત સમજણ આપી અને બાળકોમાં શિક્ષણનો વ્યાપ વઘે તે બાબતે ઉડાંણપુર્વક સમજાવવામાં આવ્યા.

તેમજ સ્વચ્છતા બાબતે માહિતગાર કરી સ્વચ્છતા રાખવા થી થતા ફાયદા બાબતે સમજણ આપી. તેમજ આ દીવાળીનો તહેવાર વ્યસનમુક્ત બની અને સ્વચ્છતા સાથે ઉજવણી કરવા સમજણ આપી. ત્યારબાદ આવા ટ્યુબ સોલ્યુશન અને રસાયણ બાબતે બાળકોને બાળકોની ભાષામાં બિસ્કીટના પેકેટ આપી વિશ્વાસમાં લઇ આવા સોલ્યુશન ક્યાથી લાવે છે. તે બાબતે ઉડાંણપુર્વક તપાસ કરતા સાયકલ સ્ટોરની દુકાનો ના નામ આવેલ, જેથી જે તે દુકાનોના માલીકોનો કોન્ટેક કરી તેઓને બાળકોમાં વ્યશનની વાસ્તવિક્તા બાબતે સમજાવ્યા ત્યારે તેઓએ જણાવ્યુ કે અમો આ બાબતથી તદન અજાણ હોય તેવું જણાવ્યુ પરન્તુ હવે પછી ક્યારેય નાના બાળકોને આ પ્રમાણે સોલ્યુશન ટ્યુબ તેમજ તે લગતા રસાયણો ક્યારેય નહીં આપીએ તેવી બાહેંધરી આપેલ જરૂર પડ્યે મદદ કરવા જણાવ્યુ,

પોરબંદરની તમામ મેડીકલસ્ટોર તેમજ સાયકલની દુકાનના માલીકોને આવા કોઇ પણ સગીરવયનાં બાળકોને સોલ્યુશન ટ્યુબ તેમજ તે લગતા રસાયણો માંગેતો માનવતાની દ્રષ્ટીએ ન આપવા વિનંતી કરાઈ છે. જેથી આવા વ્યસન સમાજમાં અટકે,આ કાર્યક્રમાં નશાબંધી અધીક્ષક પી.આર ગોહિલ તેમજ તેમનો સ્ટાફગણ જોડાયેલ.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે