પોરબંદરમાં લીંગલ એઇડ ડિફેન્સ કાઉન્સેલ સીસ્ટમની ઓફિસનું હાઇકોર્ટના ચીફજસ્ટીસના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું છે.
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ હાઈકોર્ટના ઉપક્રમે પોરબંદર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ખાતે તા. ૭-૧ ના રોજ લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સેલ સીસ્ટમની ઓફિસ શરૂ કરાઈ છે. જે અન્વયે તેની પૂર્વ સંધ્યાએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદકુમાર તથા એકઝીકયુટીવ ચેરમેન સૌનીયાબેન ગોકાણીના વરદ હસ્તે આ લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સેલ સીસ્ટમની ઓફીસ વર્ચ્યુઅલ રીતે ખુલ્લી મુકવામાં આવી હતી. અને તે ઓફિસમાં આરોપીઓને મળતી કાનૂની સહાય અન્વયે ચેરમેન અને જીલ્લા મુખ્ય ન્યાયાધીશ આર.ટી.પંચાલ દ્વારા વધુને વધુ લોકોને કાનુની સહાયનો લાભ લેવા અનુરોધ કરાયો હતો. તેમ જિલ્લા કાનૂની સેવા સતા મંડળના ઇન્ચાર્જ ફૂલ ટાઇમ સેક્રેટરી એચ.આર. પરમારે જણાવ્યું છે.

