પોરબંદર કોર્ટે પોસ્કો અંગે ના બે ચુકાદા માં એક કેસ માં આરોપી ને વીસ વર્ષ ની સજા અને એક કેસ માં પાંચ વર્ષ ની સજા ફટકારી છે.
રાણાવાવ તાલુકા ના ખીજદળ ગામે કાદી વિસ્તાર માં વિજય વેજા કદાવલા નામના શખ્શે ગત તા. ૧૫/૮/૨૦૨૧ ના રોજ રાત્રિના ૧૪ વર્ષની સગીરા ની અણસમજૂતાનો લાભ લઈ લલચાવી-ફોસલાવી લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે બાઈક પર અપહરણ કરી ભગાડી ગયો હતો. અને પોતાના ઘરે લઈ જઈ સગીરા સાથે અવાર-નવાર શરીર સંબંધ બાંધ્યો હતો. જે અંગે સગીરા ના વાલી એ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જે કેસ સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં આ કામે પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ જેઠવા દવારા કુલ -૪૬ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા. તેમજ ૩૬ જેટલા સાહેદો ને તપાસવામાં આવ્યા હતા. તેમજ મહત્વની ઓથોરીટીઓ રજુ કરી હતી. જેથી કોર્ટે વિજય ને અલગ અલગ કલમો હેઠળ કસુરવાન ઠરાવી ર૦વર્ષની સજા અને રૂ.૫,૦૦૦/- નો દંડ,ત્રણ વર્ષની સજા અને રૂ.૨,૦૦૦/- નો દંડ તથા પાંચવર્ષની સજા અને રૂ.૨,૦૦૦/- નો દંડ ફટકાર્યો છે.
અન્ય એક ચુકાદા માં ગત તા.-૫/૧૨/૧૫ ના રોજ સાંજે બોખિરા વિસ્તાર માં આવેલ ચૂનાના ભઠ્ઠા પાસે રહેતી ૧૫ વર્ષીય સગીરા નું નાગાજણ ગીગા બોખીરીયા નામના શખ્શે લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું. અને પોતાના માસીના ઘરે એક દિવસ સાથે રાખી ત્યાં તથા અન્ય સ્થળો એ એકાદ વર્ષથી અવાર-નવાર બદકામ કર્યું હતું. જે અંગે તેની સામે સગીરા ના વાલીઓ એ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ સ્પે. પોકસો કોર્ટ માં ચાલી પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ જેઠવા દ્વારા ૨૪ જેટલા પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા. તેમજ ૨૩ જેટલા સાહેદો તપાસવામાં આવ્યા હતા.
જેથી એડિશ્નલ એન્ડ સેશન્સ જજ દવારા આરોપી નાણાજણ ને અલગ અલગ કલમ મુજબ કસુરવાન ઠરાવી ત્રણ વર્ષની સજા અને રૂ.૧૦,૦૦૦/- નો દંડ તથા પાંચવર્ષની સજા અને રૂ.૧૦,૦૦૦/- નો દંડ ફટકાર્યો છે.