Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં પોલીસ મથકના લોકઅપમાં આરોપીએ ફોટો પડાવી ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. પર સ્ટોરી બનાવી

પોરબંદરના કમલાબાગ પોલીસમથકની અંદર એપ્રિલ મહિનાના અંતમાં નોંધાયેલા એક ગુન્હાના આરોપીનો જે તે સમયે કોઈ અજાણ્યા સખ્શે લોકઅપની અંદર કલીક કરેલો ફોટોને આ આરોપીએ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પર પંજાબી સોંગ સાથે હાઇલાઇટ સ્ટોરી વાયરલ કરતા તે શખ્શ સામે અને તેની તસ્વીર કલીક કરનાર અજાણ્યા શખ્શ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદરના ઝૂરીબાગ શેરી નં૩ માં રહેતા યશ ધનજી વાંદરીયા નામના યુવાને ૨૮મી એપ્રિલે એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે નવા કૂવારા સર્કલ પાસે તે પોતાના મિત્ર નિહાલ વિનોદ મોદી સાથે નીકળ્યો ત્યારે જીત શીયાળ અને તેનો મિત્ર દીપ બંને ત્યાં ઉભા હતા અને ‘યુવતીની પાછળ કેમ પડયો?’ કહી તેને સમજાવવા જતા યશને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઘવાયેલા યશને સરકારી હોસ્પિટલે દાખલ કર્યા બાદ તેણે જીત શિયાળ અને તેના મિત્ર દીપ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ જીત ની ધરપકડ પણ કરાઈ હતી અને તેને કમલાબાગ પોલીસ મથક ના લોકઅપ માં રાખવામાં આવ્યો હતો. જ્યાં તેને ફોટો પડાવી ત્યાર બાદ સોશ્યલ મીડિયા માં મુક્યો હતો.

જે મામલે પોરબંદરના કમલાબાગ પોલીસ મથક ખાતે એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર મેઘજીભાઈ કાથડે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેને સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં જીત-૪૬ નામની આઇ.ડી. જેનું નામ ‘બીગડા બચ્ચા’ ઉપર આઈ.ડી. ધારકે તેની આઈ.ડી. પ્રોફાઇલના હાઇલાઇટસમાં કમલાબાગ પોલીસ સ્ટેશનની અંદર લોકઅપમાં રહેલ એક ઈસમનો ફોટો પાડી પંજાબી સોંગ સાથે પોસ્ટ કરેલો હતો. આથી ફરિયાદી રાજેન્દ્રભાઈએ એ આઇ.ડી.ની હાઇલાઇટસ ચેક કરતા તા. ૨૮-૭- ૨૪ના રોજ વાયરલ થયેલ સ્ટોરીને ડાઉનલોડ કરી હતી.

જેમાં એક ઇસમ દુધિયા કલરનું ટીશર્ટ પહેરીને પોતાનો હાથ દાઢી ઉપર રાખી કમલાબાગ પોલીસમથકના લોકઅપમાં બેસેલો જોવા મળ્યો હતો આથી આરોપીના ફોટા સાથેનું રેકર્ડ ચેક કરાવતા એવું બહાર આવ્યુ હતુ કે ૨૮-૪ના યુવતીની પાછળ પડવા અંગે ડખ્ખો થતા ગુન્હો નોંધાયો હતો તે જીત હરીશ શિયાળ કે જે પોરબંદરના પેરેડાઇઝ વિસ્તારમાં આવેલી કુમકુમ કોલોનીમાં રહે છે તે ઇસમની તા. ૩-૫-૨૦૨૪ના તત્કાલીન પી.એસ.આઈ. વી.ડી. વાઘેલાએ ધરપકડ કરી હતી અને જીત હરીશ શિયાળ મારામારીના ગુન્હામાં લોકઅપમાં હતો ત્યારે તેના કોઈ ઓળખીતા મિત્રએ કોઇપણ કામ વગર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે અપપ્રવેશ કરી પોલીસ સ્ટેશનના પ્રતિબંધિત લોકઅપનો તેના મોબાઈલ ફોનમાં આરોપી સાથેનો ફોટો પાડયો હતો તથા ત્યારબાદ તે ફોટો જીત શિયાળને મોબાઈલમાં મોકલતા જીતે તા. ૨૮-૭ના પોતાની ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. પર હાઇલાઇટસ સ્ટોરીમાં એ ફોટો વાયરલ કર્યો હતો.

તેથી પોલીસે જીત હરીશ શિયાળ અને પોલીસસ્ટેશનની અંદર પ્રતિબંધિત લોકઅપનો ફોટો પાડનાર અજાણ્યા ઇસમ સામે આઈ.ટી. એકટ અધિનિયમ સેકશન ૭૨ની કલમો સહિત વિવિધ કલમ હેઠળ બંને સામે ગુન્હો નોંધાતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. જેમાં ફોટો પાડનાર શખ્શ સુતાર વાડા માં રહેતો નૈનેશ દિનેશ કોટિયા નામનો શખ્શ હોવાનું સામે આવ્યું છે આથી પોલીસે બન્ને ની ધરપકડ ની તજવીજ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે